< ગીતશાસ્ત્ર 16 >
1 ૧ દાઉદનું મિખ્તામ. હે ઈશ્વર, મારી રક્ષા કરો, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
Odlična pesem Davidova. Reši me, Bog mogočni; ker k tebi pribegam:
2 ૨ મેં યહોવાહને કહ્યું છે, “તમે મારા પ્રભુ છો; તમારા વગર મારું કોઈ હિત નથી.
Gospodu govoriš: Gospod si moj, blaga mojega ne bodeš hranil pri sebi:
3 ૩ જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે.
Svetim, ki so v deželi in veličastnim ga podeliš; na katerih je vse razveseljevanje moje.
4 ૪ જેઓ બીજા દેવોની પૂજા કરવા દોડે છે, તેઓનાં દુ: ખ વધી પડશે. તેઓના દેવોને માટે લોહીનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.
Njim množijo bolečine kateri drugemu delé; daroval ne bodem njih krvavih daritev, ne jemal njih imen na ustne svoje.
5 ૫ યહોવાહ, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. તમે મારા હિસ્સાનો આધાર છો.
Gospod je delež pristave moje in mojega ljudstva; ti vzdržuješ osodo mojo.
6 ૬ મારો ભાગ આનંદદાયક સ્થળે પડ્યો છે; ચોક્કસ મને સુશોભિત વારસો મારો છે.
Mérne vrvi so mi pale v preprijetnih krajih; tudi posestvo je sprelepo, katero me je doletelo.
7 ૭ યહોવાહે મને બોધ આપ્યો છે, હું તેમની પ્રશંસા કરું છું; મારું અંતઃકરણ રાતના સમયે મને બોધ આપે છે.
Blagoslavljal bodem Gospoda, kateri mi je dal sovèt; tudi ponoči me podučujejo obisti moje.
8 ૮ મેં યહોવાહને સદા મારી સમક્ષ રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.
Predočujem si Gospoda neprestano; ker je na desnici moji, ne omahnem.
9 ૯ તેથી મારું હૃદય આનંદમાં છે; મારો આત્મા હર્ષ પામે છે; ચોક્કસ હું સહીસલામત રહીશ.
Zatorej se veseli srce moje in raduje se slava moja; tudi meso moje prebiva brez skrbi.
10 ૧૦ કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ. (Sheol )
Ker duše moje ne bodeš pustil v grobu, ne pripustil ljubljencu svojemu, da vidi trohnobo. (Sheol )
11 ૧૧ તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.
Naznanjaš mi življenja stezo; najslajših radosti obilost pred obličjem tvojim, na desnici tvoji vekomaj.