< ગીતશાસ્ત્ર 16 >

1 દાઉદનું મિખ્તામ. હે ઈશ્વર, મારી રક્ષા કરો, કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
Ein miktam av David. Vakta meg, Gud! for eg flyr til deg.
2 મેં યહોવાહને કહ્યું છે, “તમે મારા પ્રભુ છો; તમારા વગર મારું કોઈ હિત નથી.
Eg segjer til Herren: «Du er min Herre; eg hev inkje godt utan deg.
3 જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે.
Og dei heilage som er i landet, dei er dei herlege som eg hev all min hugnad i.»
4 જેઓ બીજા દેવોની પૂજા કરવા દોડે છે, તેઓનાં દુ: ખ વધી પડશે. તેઓના દેવોને માટે લોહીનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ.
Mange sorger skal dei hava som byter åt seg ein annan; eg vil ikkje renna ut deira drykkoffer av blod og ikkje taka deira namn på mine lippor.
5 યહોવાહ, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. તમે મારા હિસ્સાનો આધાર છો.
Herren er min tilmælte deil og mitt staup; du held min lut i hævd.
6 મારો ભાગ આનંદદાયક સ્થળે પડ્યો છે; ચોક્કસ મને સુશોભિત વારસો મારો છે.
Ein lut er meg tilfallen som er av dei huglege, ja, ein arv som eg finn fager.
7 યહોવાહે મને બોધ આપ્યો છે, હું તેમની પ્રશંસા કરું છું; મારું અંતઃકરણ રાતના સમયે મને બોધ આપે છે.
Eg vil lova Herren som gav meg råd; endå um næterne minner mine nyro meg um det.
8 મેં યહોવાહને સદા મારી સમક્ષ રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.
Eg set alltid Herren framfyre meg; for han er ved mi høgre hand, eg skal ikkje verta rikka.
9 તેથી મારું હૃદય આનંદમાં છે; મારો આત્મા હર્ષ પામે છે; ચોક્કસ હું સહીસલામત રહીશ.
Difor gled mitt hjarta seg, og mi æra fagnar seg, ja, ogso mitt kjøt skal kvila i trygd.
10 ૧૦ કારણ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; તમે તમારા પવિત્રને કહોવાણ જોવા દેશો નહિ. (Sheol h7585)
For du vil ikkje yverlata mi sjæl til helheimen, du vil ikkje lata din heilage sjå undergang. (Sheol h7585)
11 ૧૧ તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.
Du vil kunngjera meg livsens veg; ei nøgd med gleda er for di åsyn, fagnad ved di høgre hand til æveleg tid.

< ગીતશાસ્ત્ર 16 >