< ગીતશાસ્ત્ર 15 >

1 દાઉદનું ગીત. હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?
ダビデのうた ヱホバよなんぢの帷幄のうちにやどらん者はたれぞ なんぢの聖山にすまはんものは誰ぞ
2 જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.
直くあゆみ義をおこなひ そのこころに眞實をいふものぞその人なる
3 તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, બીજાનું ખરાબ કરતો નથી, પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.
かかる人は舌をもてそしらず その友をそこなはず またその隣をはぢしむ言をあげもちひず
4 તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.
惡にしづめるものを見ていとひかろしめ ヱホバをおそるるものをたふとび 誓ひしことはおのれに禍害となるも変ることなし
5 તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.
貨をかして過たる利をむさぼらず 賄賂をいれて無辜をそこなはざるなり 斯ることどもを行ふものは永遠にうごかさるることなかるべし

< ગીતશાસ્ત્ર 15 >