< ગીતશાસ્ત્ર 149 >
1 ૧ યહોવાહની સ્તુતિ કરો. તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેમની સ્તુતિ કરો.
Aleluja! Pjevajte Jahvi pjesmu novu i u zboru svetih hvalu njegovu!
2 ૨ ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.
Nek' se raduje Izrael Stvoritelju svojem! Kralju svom neka klikću sinovi Siona!
3 ૩ તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.
Neka u kolu hvale ime njegovo, bubnjem i citarom neka ga slave!
4 ૪ કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે; તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે.
Jer Jahve ljubi narod svoj, spasenjem ovjenčava ponizne!
5 ૫ સંતો વિજયમાં હરખાઓ; પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ.
Neka se sveti raduju u slavi, neka kliču s ležaja svojih!
6 ૬ તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ અને તેઓના હાથમાં બેધારી તલવાર રહો.
Nek' im pohvale Božje budu na ustima, mačevi dvosjekli u rukama
7 ૭ તેઓ વિદેશીઓને બદલો વાળે અને લોકોને શિક્ષા પહોંચાડે.
da nad pucima izvrše odmazdu i kaznu nad narodima;
8 ૮ તેઓ પોતાના રાજાઓને સાંકળોથી અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે.
da im kraljeve bace u lance, a odličnike u okove gvozdene;
9 ૯ લખેલો ચુકાદો તેમના પર બજાવે. એવું મન તેમના બધા સંતોને છે. યહોવાહની સ્તુતિ કરો.
da na njima izvrše sud davno napisan - nek' bude na čast svim svetima njegovim! Aleluja!