< ગીતશાસ્ત્ર 148 >
1 ૧ યહોવાહની સ્તુતિ કરો. આકાશોથી યહોવાહની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.
Хвалите Господа на небесима, хвалите Га на висини.
2 ૨ તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.
Хвалите Га, сви анђели Његови, хвалите Га, све војске Његове!
3 ૩ સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગઝગતાં તારા, તેમની સ્તુતિ કરો.
Хвалите Га, сунце и месече, хвалите Га, све звезде сјајне!
4 ૪ આકાશોનાં આકાશ, તમે તેમની સ્તુતિ કરો આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો.
Хвалите Га, небеса над небесима и водо над небесима!
5 ૫ યહોવાહના નામની સ્તુતિ તેઓ કરો, કેમ કે તેમની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં.
Нека хвале име Господње, јер Он заповеди и створише се.
6 ૬ વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનો અપરાધ તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.
Постави их засвагда и зававек, даде наредбу, која неће проћи.
7 ૭ હે પૃથ્વી પરના બધા જ જીવો, તમે યહોવાહની સ્તુતિ કરો, હે સમુદ્રના જીવો અને મહાસાગરનાં ઊંડાણો, તમે તેમની સ્તુતિ કરો.
Хвалите Господа на земљи, велике рибе и све бездане;
8 ૮ અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,
Огањ и град, снег и магла, ветар силни, који извршује реч Његову.
9 ૯ પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,
Горе и сви хумови, родна дрвета и сви кедри,
10 ૧૦ વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,
Звери и сва стока, бубине и птице крилате,
11 ૧૧ પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,
Цареви земаљски и сви народи, кнезови и све судије земаљске,
12 ૧૨ જુવાન પુરુષો તથા જુવાન સ્ત્રીઓ, વૃદ્ધો તથા બાળકો.
Момци и девојке, старци и деца
13 ૧૩ તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો, કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે.
Нека хвале име Господње; јер је само Његово име узвишено, слава Његова на земљи и на небу.
14 ૧૪ તેમણે પોતાના લોકોનું શિંગ ઊંચું કર્યું છે જેથી તેમના ભક્તો તેમની સ્તુતિ કરે, તેમની પાસેના ઇઝરાયલ લોકોને તેમણે ઊંચા કર્યા છે. યહોવાહની સ્તુતિ કરો.
Он је узвисио рог народа свог, славу свих светаца својих, синова Израиљевих, народа који је близу Њега.