< ગીતશાસ્ત્ર 148 >

1 યહોવાહની સ્તુતિ કરો. આકાશોથી યહોવાહની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.
Алилуя! Хвалете Господа от небесата; Хвалете Го във височините.
2 તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.
Хвалете Го, всички ангели Негови; Хвалете Го, всички войнства Негови.
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગઝગતાં તારા, તેમની સ્તુતિ કરો.
Хвалете Го, слънце и луно; Хвалете Го, всички светли звезди.
4 આકાશોનાં આકાશ, તમે તેમની સ્તુતિ કરો આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો.
Хвалете Го, вие висши небеса, И води, които сте над небесата.
5 યહોવાહના નામની સ્તુતિ તેઓ કરો, કેમ કે તેમની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં.
Нека хвалят името на Господа; Защото Той заповяда, и те се създадоха;
6 વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનો અપરાધ તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.
И утвърди го от века и до века, Като издаде постановление, което няма да премине.
7 હે પૃથ્વી પરના બધા જ જીવો, તમે યહોવાહની સ્તુતિ કરો, હે સમુદ્રના જીવો અને મહાસાગરનાં ઊંડાણો, તમે તેમની સ્તુતિ કરો.
Хвалете Господа от земята, Вие морски чудовища и всички бездни,
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,
Огън и град, сняг и пара, Бурен вятър, който изпълнява словото Му,
9 પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,
Планини и всички хълмове, Плодовити дървета и всички кедри,
10 ૧૦ વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,
Зверове и всички животни, Животни и крилати птици,
11 ૧૧ પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,
Земни царе и всички племена, Князе и всички земни съдии,
12 ૧૨ જુવાન પુરુષો તથા જુવાન સ્ત્રીઓ, વૃદ્ધો તથા બાળકો.
Юноши и девици, Старци и младежи,
13 ૧૩ તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો, કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે.
Нека хвалят името на Господа; Защото само Неговото име е превъзнесено, Славата Му е над земята и небето.
14 ૧૪ તેમણે પોતાના લોકોનું શિંગ ઊંચું કર્યું છે જેથી તેમના ભક્તો તેમની સ્તુતિ કરે, તેમની પાસેના ઇઝરાયલ લોકોને તેમણે ઊંચા કર્યા છે. યહોવાહની સ્તુતિ કરો.
И Той е възвисил рога на людете Си, Славата на всичките Си светии, На израилтяните, люде, които са близки Нему. Алилуя!

< ગીતશાસ્ત્ર 148 >