< ગીતશાસ્ત્ર 147 >
1 ૧ યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.
Хваліть Господа, — добрий бо Він, виспівуйте нашому Богу, — приємний бо Він, — Йому подоба́є хвала́!
2 ૨ યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે; તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.
Господь Єрусалима будує, збирає вигна́нців Ізраїлевих.
3 ૩ હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે.
Він зламаносе́рдих лікує, і їхні рани болю́чі обв'я́зує,
4 ૪ તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે.
вирахо́вує Він число зо́рям, і кожній із них дає йме́ння.
5 ૫ આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે; તેમના ડહાપણની કોઈ સીમા નથી.
Великий Господь наш, та дужий на силі, Його мудрости міри нема!
6 ૬ યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે; તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.
Господь підіймає слухня́них, безбожних понижує аж до землі.
7 ૭ યહોવાહનો આભાર માનતાં માનતાં ગાઓ; વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાઓ.
Дайте відповідь Господу нашому вдячною піснею, заграйте для нашого Бога на гу́слах:
8 ૮ તે આકાશને વાદળોથી ઢાંકે છે અને પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે, તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
Він хмарами небо вкриває, пригото́влює дощ для землі, обро́щує гори травою,
9 ૯ પશુઓને તેમ જ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.
худобі дає її корм, вороня́там — чого вони кличуть!
10 ૧૦ તે ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી; તે માણસના પગના જોરથી પણ ખુશ થતા નથી.
Не в силі коня уподо́ба Його, і не в чле́нах люди́ни Його закоха́ння, —
11 ૧૧ જેઓ તેમનો ભય રાખે છે અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવાહ ખુશ રહે છે.
Госпо́дь любить тих, хто боїться Його, хто наді́ю склада́є на милість Його!
12 ૧૨ હે યરુશાલેમ, યહોવાહની સ્તુતિ કર; હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર.
Хвали Господа, Єрусалиме, прославляй Свого Бога, Сіоне,
13 ૧૩ કારણ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં તારાં સંતાનોને આશીર્વાદિત કર્યાં છે.
бо зміцняє Він за́суви брам твоїх, синів твоїх благословляє в тобі,
14 ૧૪ તે તારી સરહદમાં શાંતિ સ્થાપે છે; સારા ઘઉંથી તે તારા કોઠારોને ભરપૂર કરે છે.
чинить мир у границі твоїй, годує тебе пшеницею щирою,
15 ૧૫ તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેમની આજ્ઞા બહુ ઝડપથી દોડે છે.
посилає на землю нака́за Свого, — дуже швидко летить Його Слово!
16 ૧૬ તે ઊનના જેવો બરફ મોકલે છે; તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે.
Дає сніг, немов во́вну, розпоро́шує па́морозь, буцім то по́рох,
17 ૧૭ રોટલીના કટકા જેવા કરા વરસાવે છે; તેની ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
Він кидає лід Свій, немов ті кришки́, — і перед морозом Його хто усто́їть?
18 ૧૮ તે પોતાની આજ્ઞા મોકલીને તેમને ઓગળાવે છે; તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે અને પાણીઓ વહેતાં થાય છે.
Та Він пошле́ Своє слово, — та й розто́пить його, Своїм вітром повіє, — вода потече!
19 ૧૯ તેમણે યાકૂબને તેમનાં વચનો પ્રગટ કર્યાં, તેમણે તેમના વિધિઓ અને નિયમો ઇઝરાયલને પણ પ્રગટ કર્યા.
Своє слово звіщає Він Якову, постано́ви Свої та Свої правосуддя — Ізраїлю:
20 ૨૦ અન્ય કોઈ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યું નથી; તેઓએ તેમનાં ન્યાયવચનો જાણ્યાં નથી. યહોવાહની સ્તુતિ થાઓ.
для жодного люду Він так не зробив, — той не знають вони правосуддя Його! Алілуя!