< ગીતશાસ્ત્ર 146 >
1 ૧ યહોવાહની સ્તુતિ કરો. હે મારા આત્મા, યહોવાહની સ્તુતિ કર.
Алилуя! Хвали Господа душе моя.
2 ૨ મારા જીવન પર્યંત હું યહોવાહની સ્તુતિ કરીશ; મારા જીવનના છેલ્લાં શ્વાસ સુધી હું મારા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાઈશ.
Ще хваля Господа докато съм жив, Ще пея хваление на моя Бог догдето съществувам.
3 ૩ તમે રાજાઓ કે માણસો પર ભરોસો ન રાખો, કારણ કે તેઓની પાસે ઉદ્ધાર નથી.
Не уповавай на князе, Нито на човешки син, в когото няма помощ.
4 ૪ જ્યારે તેનો પ્રાણ તેને છોડી જાય છે, ત્યારે તેનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની બધી યોજનાઓનો અંત આવે છે.
Излиза ли духът му, той се връща в земята си; В тоя същий ден загиват намеренията му.
5 ૫ જે માણસને સહાય કરનાર યાકૂબના ઈશ્વર છે, જેની આશા તેના ઈશ્વર યહોવાહમાં છે, તે આશીર્વાદિત છે.
Блажен оня, чиито помощник е Якововият Бог, Чиято надежда е на Господа неговия Бог,
6 ૬ યહોવાહે પૃથ્વી તથા આકાશ, સમુદ્ર તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યું છે; તે સદા સત્ય પાળનાર છે.
Който направи небето и земята, Морето и всичко що е в тях, - Който пази вярност до века;
7 ૭ તે પીડિતોનો ન્યાય જાળવી રાખે છે અને તે ભૂખ્યાઓને અન્ન પૂરું પાડે છે. યહોવાહ કેદીઓને છોડાવે છે.
Който извършва правосъдие за угнетените, Който дава храна на гладните. Господ ръзвързва вързаните.
8 ૮ યહોવાહ દૃષ્ટિહીનોની આંખો ખોલે છે; યહોવાહ ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે; યહોવાહ ન્યાયી લોકોને પ્રેમ કરે છે.
Господ отваря очите на слепите; Господ изправя сгърбените; Господ люби праведните,
9 ૯ યહોવાહ દેશમાંના વિદેશીઓનું રક્ષણ કરે છે; તે અનાથો તથા વિધવાઓને ઊંચાં કરે છે, પણ તે દુષ્ટોનો વિરોધ કરે છે.
Господ пази чужденците; Поддържа сирачето и вдовицата; А пътят на нечестивите превръща.
10 ૧૦ યહોવાહ સદાકાળ રાજ કરશે, હે સિયોન, તમારા ઈશ્વર પેઢી દરપેઢી રાજ કરશે. યહોવાહની સ્તુતિ કરો.
Господ ще царува до века, Твоят Бог, Сионе, из род в род. Алилуя!