< ગીતશાસ્ત્ર 145 >
1 ૧ સ્તવન (ગીત); દાઉદનું. હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; હું સદા તમારા નામની સ્તુતિ કરીશ.
En Lovsang af David. Jeg vil ophøje dig, min Gud, min Konge, evigt og alt love dit Navn.
2 ૨ હું પ્રતિદિન તમારી પ્રશંસા કરીશ; સદા હું તમારા નામની સ્તુતિ કરીશ.
Jeg vil love dig Dag efter Dag, evigt og altid prise dit Navn.
3 ૩ યહોવાહ મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; તેમની મહાનતા સમજશક્તિની બહાર છે.
Stor og højlovet er HERREN, hans Storhed kan ikke ransages.
4 ૪ પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે.
Slægt efter Slægt lovpriser dine Værker, forkynder dine vældige Gerninger.
5 ૫ હું તમારી મહાનતા તથા તમારા મહિમા અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ.
De taler om din Højheds herlige Glans, jeg vil synge om dine Undere;
6 ૬ લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ.
de taler om dine ræddelige Gerningers Vælde, om din Storhed vil jeg vidne;
7 ૭ તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ફેલાવશે અને તેઓ તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.
de udbreder din rige Miskundheds Ry og synger med Fryd om din Retfærd.
8 ૮ યહોવાહ દયાળુ અને કૃપાળુ છે, તે ક્રોધ કરવામાં ધીમા અને કૃપા કરવામાં ભરપૂર છે.
Naadig og barmhjertig er HERREN, langmodig og rig paa Miskundhed.
9 ૯ યહોવાહ સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ નજર છે.
God er HERREN mod alle, hans Barmhjertighed er over alle hans Værker.
10 ૧૦ હે યહોવાહ, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો; તમારા ભક્તો તમારી સ્તુતિ કરો.
Dine Værker takker dig alle, HERRE, og dine fromme lover dig.
11 ૧૧ તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને તેઓ તમારું પરાક્રમ પ્રગટ કરશે.
De forkynder dit Riges Ære og taler om din Vælde
12 ૧૨ સર્વ લોકોમાં તેઓ ઈશ્વરના પરાક્રમી કામો જાહેર કરશે અને તમારા રાજ્યના મહિમા વિષે અને તમારા પ્રતાપ વિષે જાણશે.
for at kundgøre Menneskenes Børn din Vælde, dit Riges straalende Herlighed.
13 ૧૩ તમારું રાજ્ય સદાકાળનું રાજ્ય છે અને તમારું શાસન પેઢી દરપેઢી ટકી રહે છે.
Dit Rige staar i al Evighed, dit Herredømme varer fra Slægt til Slægt. (Trofast er HERREN i alle sine Ord og miskundelig i alle sine Gerninger).
14 ૧૪ સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.
HERREN støtter alle, der falder, og rejser alle bøjede.
15 ૧૫ સર્વની આંખો તમને આતુરતાથી જોઈ રહી છે; તમે તેઓને રાતના સમયે પણ અન્ન આપો છો.
Alles Øjne bier paa dig, du giver dem Føden i rette Tid;
16 ૧૬ તમે તમારો હાથ ખોલો છો, એટલે સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત થાય છે.
du aabner din Haand og mætter alt, hvad der lever, med hvad det ønsker.
17 ૧૭ યહોવાહ પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે અને તે પોતાના સર્વ કામોમાં કૃપાળુ છે.
Retfærdig er HERREN paa alle sine Veje, miskundelig i alle sine Gerninger.
18 ૧૮ જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે, તેઓની સાથે યહોવાહ રહે છે.
Nær er HERREN hos alle, som kalder, hos alle, som kalder paa ham i Sandhed.
19 ૧૯ જેઓ યહોવાહને માન આપે છે તેમની ઇચ્છાઓને તે પૂરી કરે છે; તે તેઓનો પોકાર સાંભળીને તેમને બચાવે છે.
Han gør, hvad de, der frygter ham, ønsker, hører deres Raab og frelser dem,
20 ૨૦ યહોવાહ તેમના પર પ્રેમ રાખનારા સર્વનું તે ધ્યાન રાખે છે, પણ તે સર્વ દુષ્ટોનો નાશ કરે છે.
HERREN vogter alle, der elsker ham, men alle de gudløse sletter han ud.
21 ૨૧ મારું મુખ યહોવાહની સ્તુતિ કરશે; સર્વ માણસો તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.
Min Mund skal udsige HERRENS Pris, alt Kød skal love hans hellige Navn evigt og altid.