< ગીતશાસ્ત્ર 144 >
1 ૧ દાઉદનું ગીત. યહોવાહ મારો ખડક છે, તેમની સ્તુતિ કરો, તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે છે.
१दाविदाचे स्तोत्र परमेश्वर माझा खडक त्यास धन्यवाद असो, जो माझ्या हाताला युद्ध करण्यास; आणि माझ्या बोटास लढाई करण्यास शिक्षण देतो.
2 ૨ તમે મારા કૃપાનિધિ, મારો ગઢ, મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો, તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો, તમે દેશોને મારે તાબે કરો છો.
२तो माझा दयानिधी व माझा दुर्ग, माझा उंच बुरुज आणि मला सोडवणारा, माझी ढाल आहे आणि मी त्याचा आश्रय घेतो; तो लोकांस माझ्या सत्तेखाली आणतो.
3 ૩ હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો?
३हे परमेश्वरा, मानव तो काय की तू त्याची ओळख ठेवावी? किंवा मनुष्य तो काय की तू त्याच्याविषयी विचार करावा?
4 ૪ માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો સરી જતી છાયા જેવા છે.
४मनुष्य एका श्वासासारखा आहे; त्याचे दिवस नाहीशा होणाऱ्या सावलीसारखे आहेत.
5 ૫ હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે.
५हे परमेश्वरा, तू आपले आकाश लववून खाली उतर; पर्वतांना स्पर्श कर आणि त्यातून धूर येऊ दे.
6 ૬ વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો.
६विजांचे लखलखाट पाठवून, माझ्या शत्रूला पांगवून टाक; तुझे बाण मारून, त्यांचा पराभव करून त्यांना माघारी पाठव.
7 ૭ ઉપરથી તમારા હાથ લંબાવો; ઘણા પાણીમાંથી મારો છુટકારો કરો વિદેશીઓના હાથમાંથી મને બચાવો.
७वरून आपले हात लांब कर; महापुरातून, या परक्यांच्या हातून, मला सोडवून वाचव.
8 ૮ તેઓનાં મુખ જૂઠું બોલે છે અને તેઓનો જમણો હાથ તો જૂઠનો હાથ છે.
८त्यांचे मुख असत्य बोलते, आणि त्यांचा उजवा हात असत्याचा आहे.
9 ૯ હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ.
९हे देवा, मी तुला नवे गाणे गाईन. दशतंतु वीणेवर मी तुझी स्तवने गाईन;
10 ૧૦ તમે રાજાઓને તારણ આપો છો; તમે તમારા સેવક દાઉદને ઘાતકી તલવારથી બચાવ્યો.
१०तूच राजांना तारण देणारा आहे; तूच आपला सेवक दावीद याला दुष्टाच्या तलवारीपासून वाचवले.
11 ૧૧ મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો તેઓનું મુખ મિથ્યા બોલે છે તેઓના જમણા હાથો કપટના હાથો છે.
११मला या परक्यांच्या हातातून मुक्त कर व मला वाचव. त्यांचे मुख असत्य बोलते; आणि त्यांचा उजवा हात असत्याचा आहे.
12 ૧૨ અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
१२आमची मुले आपल्या तारुण्याच्या भरांत उंच वाढलेल्या रोपांसारखी आहेत. आमच्या मुली राजवाड्याच्या कोपऱ्यातील कोरलेल्या खांबाप्रमाणे आहेत.
13 ૧૩ અમારી વખારો વિવિધ જાતનાં બધાં અનાજથી ભરપૂર થાઓ; અને અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો અને દશ હજારો બચ્ચાંને જન્મ આપનારાં થાઓ.
१३आमची कोठारे प्रत्येक प्रकारच्या वस्तुंनी भरलेली असावीत. आणि आमच्या शेतात आमची मेंढरे सहस्रपट, दशसहस्रपट वाढावीत.
14 ૧૪ અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; નાસી છૂટનાર કોઈ ન હો અને શેરીઓમાં કોઈ બૂમ ન પડો.
१४मग आमचे बैल लादलेले असावेत; दरोडे, धरपकड व आकांत हे आमच्या रस्त्यात नसावेत;
15 ૧૫ જે લોકો આવા હોય છે તેઓ આશીર્વાદિત હોય છે; જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓ આનંદિત છે.
१५ज्यांना असे आशीर्वाद आहेत ते लोक आशीर्वादित आहेत; ज्या लोकांचा देव परमेश्वर आहे ते आनंदी आहेत.