< ગીતશાસ્ત્ર 144 >

1 દાઉદનું ગીત. યહોવાહ મારો ખડક છે, તેમની સ્તુતિ કરો, તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે છે.
(Af David.) Lovet være HERREN, min Klippe, som oplærer mine hænder til Strid mine Fingre til Krig,
2 તમે મારા કૃપાનિધિ, મારો ગઢ, મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો, તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો, તમે દેશોને મારે તાબે કરો છો.
min Miskundhed og min Fæstning, min Klippeborg, min Frelser, mit Skjold og den, jeg lider på, som underlægger mig Folkeslag!
3 હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો?
HERRE, hvad er et Menneske, at du kendes ved det, et Menneskebarn, at du agter på ham?
4 માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો સરી જતી છાયા જેવા છે.
Mennesket er som et Åndepust, dets Dage som svindende Skygge.
5 હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે.
HERRE, sænk din Himmel, stig ned og rør ved Bjergene, så at de ryger;
6 વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો.
slyng Lynene ud og adsplit Fjenderne, send dine Pile og indjag dem Rædsel;
7 ઉપરથી તમારા હાથ લંબાવો; ઘણા પાણીમાંથી મારો છુટકારો કરો વિદેશીઓના હાથમાંથી મને બચાવો.
udræk din Hånd fra det høje, fri og frels mig fra store Vande,
8 તેઓનાં મુખ જૂઠું બોલે છે અને તેઓનો જમણો હાથ તો જૂઠનો હાથ છે.
fra fremmedes Hånd, de, hvis Mund taler Løgn, hvis højre er Løgnehånd.
9 હે ઈશ્વર, હું તમારે માટે નવું ગીત ગાઈશ; દશ તારવાળાં વાજિંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઈશ.
Gud, jeg vil synge dig en ny Sang, lege for dig på tistrenget Harpe,
10 ૧૦ તમે રાજાઓને તારણ આપો છો; તમે તમારા સેવક દાઉદને ઘાતકી તલવારથી બચાવ્યો.
du, som giver Konger Sejr og udfrier David, din Tjener.
11 ૧૧ મને છોડાવો અને મને આ વિદેશીઓના હાથમાંથી મુક્ત કરો તેઓનું મુખ મિથ્યા બોલે છે તેઓના જમણા હાથો કપટના હાથો છે.
Fri mig fra det onde Sværd, frels mig fra fremmedes Hånd, de, hvis Mund taler Løgn, hvis højre er Løgnehånd.
12 ૧૨ અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અને અમારી પુત્રીઓ રાજમહેલની શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
I Ungdommen er vore Sønner som højvoksne Planter, vore Døtre er som Søjler, udhugget i Tempelstil;
13 ૧૩ અમારી વખારો વિવિધ જાતનાં બધાં અનાજથી ભરપૂર થાઓ; અને અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારો અને દશ હજારો બચ્ચાંને જન્મ આપનારાં થાઓ.
vore Forrådskamre er fulde, de yder Forråd på, Forråd, vore Hjorde føder Tusinder, Titusinder på vore Marker,
14 ૧૪ અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; નાસી છૂટનાર કોઈ ન હો અને શેરીઓમાં કોઈ બૂમ ન પડો.
fede er vore Okser; intet Murbrud, ingen Udvandring, ingen Skrigen på Torvene.
15 ૧૫ જે લોકો આવા હોય છે તેઓ આશીર્વાદિત હોય છે; જેઓનો ઈશ્વર યહોવાહ છે તેઓ આનંદિત છે.
Saligt det Folk, der er således stedt, saligt det Folk, hvis Gud er HERREN!

< ગીતશાસ્ત્ર 144 >