< ગીતશાસ્ત્ર 142 >
1 ૧ દાઉદ ગુફામાં હતો તે વખતનું તેનું માસ્કીલ; પ્રાર્થના. હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.
Псалом навча́льний, Давида, коли він був у печері. Молитва. Мій голос до Господа, — я кличу, мій голос до Господа, — я блага́ю!
2 ૨ તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું.
Перед обличчям Його вилива́ю я мову свою, про недолю свою я розка́зую перед обличчям Його́,
3 ૩ જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે, ત્યારે તમે મારા માર્ગો જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે.
коли́ омліва́є мій дух у мені. А Ти знаєш дорогу мою: на дорозі, якою ходжу́, па́стку для мене сховали!
4 ૪ હું મારી જમણી બાજુએ જોઉં છું, તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી. મારું નાસવું નિષ્ફળ ગયું છે; મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી.
Право́руч поглянь і побач: немає ніко́го знайо́мого, загинув приту́лок від мене, ніхто не питає за душу мою.
5 ૫ હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું, “તમે જ મારો આશ્રય છો, મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો.
Я кличу до Тебе, о Господи, я кажу́: „Ти моє пристано́вище, доля моя у країні живих!“
6 ૬ મારો પોકાર સાંભળો, કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો, કેમ કે તેઓ મારા કરતા બળવાન છે.
Прислу́хайся ж Ти до блага́ння мого́, бо зробився я зо́всім нужде́нний! Визволь мене від моїх переслі́дників, бо стали сильніші від мене вони!
7 ૭ મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો, કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે કેમ કે તમે મારા માટે ભલા છો.
Ви́веди душу мою із в'язни́ці, щоб сла́вити Йме́ння Твоє! Праведні ото́чать мене, як учи́ниш добро надо мною!