< ગીતશાસ્ત્ર 141 >
1 ૧ દાઉદનું ગીત. હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો. જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો.
Senhor, a ti clamo, escuta-me; inclina os teus ouvidos á minha voz, quando a ti clamar.
2 ૨ મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ; મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ.
Suba a minha oração perante a tua face como incenso, e as minhas mãos levantadas sejam como o sacrificio da tarde.
3 ૩ હે યહોવાહ, મારા મુખની ચોકી કરો અને મારા હોઠનું દ્વાર સંભાળો.
Põe, ó Senhor, uma guarda á minha bocca: guarda a porta dos meus labios.
4 ૪ અન્યાય કરનારાઓની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો. તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો.
Não inclines o meu coração a coisas más, a praticar obras más, com aquelles que obram a iniquidade; e não coma das suas delicias.
5 ૫ જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ. તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે; મારું માથું તેનો નકાર નહિ કરે. પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.
Fira-me o justo, será uma benignidade; e reprehenda-me, será um excellente oleo, que me não quebrará a cabeça; porque orarei nas suas proprias calamidades.
6 ૬ તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે.
Quando os seus juizes forem derribados pelos lados da rocha, ouvirão as minhas palavras, pois são agradaveis.
7 ૭ તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ, અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.” (Sheol )
Os nossos ossos são espalhados á bocca da sepultura como se alguem fendera e partira lenha em terra. (Sheol )
8 ૮ હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.
Mas os meus olhos te contemplam, o Deus, Senhor: em ti confio; não desnudes a minha alma.
9 ૯ તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
Guarda-me dos laços que me armaram; e dos laços corrediços dos que obram a iniquidade.
10 ૧૦ દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.
Caiam os impios nas suas proprias redes, até que eu tenha escapado inteiramente.