< ગીતશાસ્ત્ર 141 >

1 દાઉદનું ગીત. હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો. જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો.
مزمور داود ای خداوند تو را می‌خوانم. نزد من بشتاب! و چون تو را بخوانم آوازمرا بشنو!۱
2 મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ; મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ.
دعای من به حضور تو مثل بخورآراسته شود، و برافراشتن دستهایم، مثل هدیه شام.۲
3 હે યહોવાહ, મારા મુખની ચોકી કરો અને મારા હોઠનું દ્વાર સંભાળો.
‌ای خداوند، بر دهان من نگاهبانی فرما و درلبهایم را نگاه دار.۳
4 અન્યાય કરનારાઓની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો. તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો.
دل مرا به عمل بد مایل مگردان تا مرتکب اعمال زشت با مردان بدکارنشوم. و از چیزهای لذیذ ایشان نخورم.۴
5 જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ. તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે; મારું માથું તેનો નકાર નહિ કરે. પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.
مرد عادل مرا بزند و لطف خواهد بود، و مرا تادیب نماید و روغن برای سر خواهد بود! و سر من آن راابا نخواهد نمود زیرا که در بدیهای ایشان نیزدعای من دایم خواهد بود.۵
6 તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે.
چون داوران ایشان از سر صخره‌ها انداخته شوند، آنگاه سخنان مراخواهند شنید زیرا که شیرین است.۶
7 તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ, અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.” (Sheol h7585)
مثل کسی‌که زمین را فلاحت و شیار بکند، استخوانهای مابر سر قبرها پراکنده می‌شود. (Sheol h7585)۷
8 હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.
زیرا که‌ای یهوه خداوند، چشمان من بسوی توست. و بر تو توکل دارم. پس جان مرا تلف منما!۸
9 તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
مرا از دامی که برای من نهاده‌اند نگاه دار و از کمندهای گناهکاران.۹
10 ૧૦ દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.
شریران به دامهای خود بیفتند و من بسلامتی در بگذرم.۱۰

< ગીતશાસ્ત્ર 141 >