< ગીતશાસ્ત્ર 140 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને છોડાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
大衛的詩,交與伶長。 耶和華啊,求你拯救我脫離凶惡的人, 保護我脫離強暴的人!
2 ૨ તેઓ પોતાની દુષ્ટ યોજનાઓ ઘડે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.
他們心中圖謀奸惡, 常常聚集要爭戰。
3 ૩ તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓની જીભની નીચે નાગનું વિષ છે. (સેલાહ)
他們使舌頭尖利如蛇, 嘴裏有虺蛇的毒氣。 (細拉)
4 ૪ હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો; જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે; એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
耶和華啊,求你拯救我脫離惡人的手, 保護我脫離強暴的人! 他們圖謀推我跌倒。
5 ૫ ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. (સેલાહ)
驕傲人為我暗設網羅和繩索; 他們在路旁鋪下網,設下圈套。 (細拉)
6 ૬ મેં યહોવાહને કહ્યું, “તમે મારા ઈશ્વર છો; મારી આજીજી સાંભળો.”
我曾對耶和華說:你是我的上帝。 耶和華啊,求你留心聽我懇求的聲音!
7 ૭ હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
主-耶和華、我救恩的力量啊, 在爭戰的日子,你遮蔽了我的頭。
8 ૮ હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ. (સેલાહ)
耶和華啊,求你不要遂惡人的心願; 不要成就他們的計謀,恐怕他們自高。 (細拉)
9 ૯ મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે; તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.
至於那些昂首圍困我的人, 願他們嘴唇的奸惡陷害自己!
10 ૧૦ ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો; તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે; એવા ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે કે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.”
願火炭落在他們身上! 願他們被丟在火中, 拋在深坑裏,不能再起來。
11 ૧૧ ખોટું બોલનારાઓને પૃથ્વીમાં રહેવા દેશો નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ પડી રહેશે.
說惡言的人在地上必堅立不住; 禍患必獵取強暴的人,將他打倒。
12 ૧૨ હું જાણું છું કે યહોવાહ તો દુઃખીની દાદ સાંભળશે અને ગરીબોનો હક જાળવશે.
我知道耶和華必為困苦人伸冤, 必為窮乏人辨屈。
13 ૧૩ નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે; યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે.
義人必要稱讚你的名; 正直人必住在你面前。