< ગીતશાસ્ત્ર 14 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું (ગીત). મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી.
Рече безумник у срцу свом: Нема Бога; неваљали су, гадна су дела њихова; нема никога да добро твори.
2 ૨ કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાહે આકાશમાંથી મનુષ્યો પર દ્રષ્ટિ કરી.
Господ погледа с неба на синове човечије, да види има ли који разуман, тражи ли који Бога.
3 ૩ દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી.
Сви су зашли, сви се покварили, нема никога добро да твори, нема ни једног.
4 ૪ શું સર્વ દુષ્ટતા કરનારને કંઈ ડહાપણ નથી? તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાઈ જાય છે, પણ યહોવાહને વિનંતિ કરતા નથી.
Зар се неће опаметити који чине безакоње, једу народ мој као што једу хлеб, не призивају Господа?
5 ૫ તેઓ બહુ ભયભીત થયા, કારણ કે ઈશ્વર ન્યાયીઓની સાથે છે.
Онде ће задрхтати од страха; јер је Господ у роду праведном.
6 ૬ તમે ગરીબના વિચાર નિરર્થક કરી નાખો છો પણ યહોવાહ તો તેનો આશ્રય છે.
Смејете се ономе што убоги ради; али Господ њега заклања.
7 ૭ સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું! જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.
Ко ће послати са Сиона помоћ Израиљу? Кад Господ поврати заробљени народ свој, онда ће се радовати Јаков и веселиће се Израиљ.