< ગીતશાસ્ત્ર 139 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે, દાઉદનું ગીત. હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.
大卫的诗,交与伶长。 耶和华啊,你已经鉴察我,认识我。
2 ૨ મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો; તમે મારા વિચારો વેગળેથી સમજો છો.
我坐下,我起来,你都晓得; 你从远处知道我的意念。
3 ૩ જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો; તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.
我行路,我躺卧,你都细察; 你也深知我一切所行的。
4 ૪ કેમ કે, હે યહોવાહ, તમે મારા મુખની બધી વાતો પૂરેપૂરી જાણો છો.
耶和华啊,我舌头上的话, 你没有一句不知道的。
5 ૫ તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તમે તમારા હાથે મને પકડી રાખ્યો છે.
你在我前后环绕我, 按手在我身上。
6 ૬ આવું ડહાપણ તો મને આશ્ચર્ય પમાડનારું છે; તે અતિ ઉચ્ચ છે અને હું તેને સમજી શકતો નથી.
这样的知识奇妙,是我不能测的, 至高,是我不能及的。
7 ૭ તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં?
我往哪里去躲避你的灵? 我往哪里逃、躲避你的面?
8 ૮ જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો. (Sheol )
我若升到天上,你在那里; 我若在阴间下榻,你也在那里。 (Sheol )
9 ૯ જો હું પરોઢિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું,
我若展开清晨的翅膀, 飞到海极居住,
10 ૧૦ તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે તમારો જમણો હાથ મને પકડી રાખશે.
就是在那里,你的手必引导我; 你的右手也必扶持我。
11 ૧૧ જો હું કહું, “અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે અને રાત મારી આસપાસ અજવાળારૂપ થશે;”
我若说:黑暗必定遮蔽我, 我周围的亮光必成为黑夜;
12 ૧૨ અંધકાર પણ મને તમારાથી સંતાડી શકતો નથી. રાત દિવસની જેમ પ્રકાશે છે, કેમ કે અંધારું અને અજવાળું બન્ને તમારી આગળ સમાન છે.
黑暗也不能遮蔽我,使你不见, 黑夜却如白昼发亮。 黑暗和光明,在你看都是一样。
13 ૧૩ તમે મારું અંતઃકરણ ઘડ્યું છે; મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે.
我的肺腑是你所造的; 我在母腹中,你已覆庇我。
14 ૧૪ હું તમારો આભાર માનીશ, કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે. તમે મારા જીવન વિષે સઘળું જાણો છો.
我要称谢你,因我受造,奇妙可畏; 你的作为奇妙,这是我心深知道的。
15 ૧૫ જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો, જ્યારે પૃથ્વીના ઊંડાણોમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું શરીર તમારાથી અજાણ્યું ન હતું.
我在暗中受造,在地的深处被联络; 那时,我的形体并不向你隐藏。
16 ૧૬ ગર્ભમાં પણ તમે મને નિહાળ્યો છે; મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે તેઓ સર્વ, તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.
我未成形的体质,你的眼早已看见了; 你所定的日子,我尚未度一日, 你都写在你的册上了。
17 ૧૭ હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!
神啊,你的意念向我何等宝贵! 其数何等众多!
18 ૧૮ જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય. જ્યારે હું જાગું, ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.
我若数点,比海沙更多; 我睡醒的时候,仍和你同在。
19 ૧૯ હે ઈશ્વર, તમે જ દુષ્ટોનો સંહાર કરશો; હે ખૂની માણસો મારાથી દૂર થાઓ.
神啊,你必要杀戮恶人; 所以,你们好流人血的,离开我去吧!
20 ૨૦ તેઓ તમારી વિરુદ્ધ બળવો કરે છે અને કપટથી વર્તે છે; તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે.
因为他们说恶言顶撞你; 你的仇敌也妄称你的名。
21 ૨૧ હે યહોવાહ, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? જેઓ તમારી સામે ઊઠે છે, તેઓનો શું હું ધિક્કાર ન કરું?
耶和华啊,恨恶你的,我岂不恨恶他们吗? 攻击你的,我岂不憎嫌他们吗?
22 ૨૨ હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; તેઓને હું મારા શત્રુઓ જ ગણું છું.
我切切地恨恶他们, 以他们为仇敌。
23 ૨૩ હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો; મને પારખો અને મારા વિચારો જાણી લો.
神啊,求你鉴察我,知道我的心思, 试炼我,知道我的意念,
24 ૨૪ જો મારામાં કંઈ દુષ્ટતા હોય, તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો.
看在我里面有什么恶行没有, 引导我走永生的道路。