< ગીતશાસ્ત્ર 138 >
1 ૧ દાઉદનું (ગીત.) હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ.
Daavidin virsi. Minä kiitän sinua kaikesta sydämestäni, veisaan sinun kiitostasi jumalien edessä.
2 ૨ હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ.
Minä rukoilen sinua kumartuneena sinun pyhään temppeliisi päin ja kiitän sinun nimeäsi sinun armosi ja totuutesi tähden; sillä sinä olet osoittanut, että sinun lupauksesi on suuri yli kaiken, mitä sinun nimesi ilmoittaa.
3 ૩ મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.
Sinä päivänä, jona minä huusin, sinä vastasit minulle; sinä rohkaisit minua: minun sieluni sai voiman.
4 ૪ હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
Herra, kaikki maan kuninkaat ylistävät sinua, kun kuulevat sinun suusi sanat.
5 ૫ તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.
Ja he veisaavat Herran teistä, sillä suuri on Herran kunnia.
6 ૬ જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે, પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે.
Sillä Herra on korkea, mutta katsoo alhaiseen, ja hän tuntee ylpeän kaukaa.
7 ૭ જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે.
Vaikka minä vaellan ahdistuksen keskellä, niin sinä virvoitat minut. Sinä ojennat kätesi minun vihamiesteni vihaa vastaan, ja sinun oikea kätesi auttaa minua.
8 ૮ યહોવાહ અંત સુધી મારી સાથે છે; હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે; તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.
Herra vie minun asiani päätökseen. Herra, sinun armosi pysyy iankaikkisesti; älä jätä kesken kättesi työtä.