< ગીતશાસ્ત્ર 137 >
1 ૧ અમે બાબિલની નદીઓને કિનારે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, ત્યારે અમે રડ્યા.
Ved Babels elvar, der sat me og gret, når me kom Sion i hug.
2 ૨ ત્યાંનાં વૃક્ષો પર અમે અમારી સિતારો લટકાવી દીધી.
På vier-runnarne der i landet hengde me harporne våre.
3 ૩ અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
For der kravde dei som heldt oss fanga song av oss, og våre plågarar kravde gleda: «Syng åt oss av Sions songar!»
4 ૪ પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?
Korleis kann me syngja Herrens song på framand jord?
5 ૫ હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.
Um eg gløymer deg, Jerusalem, so gjev mi høgre hand må gløyma seg burt!
6 ૬ જો હું તારા વિષે વિચાર ન કરું, મારા મુખ્ય આનંદ કરતાં જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય.
Gjev tunga må hanga fast ved gomen min, dersom eg ikkje kjem deg i hug, dersom eg ikkje set Jerusalem yver mi høgste gleda.
7 ૭ હે યહોવાહ, અદોમીઓએ જે કર્યું તે સંભારો, કેમ કે તેઓએ કહ્યું કે, યરુશાલેમને પાડી નાખો, તેઓએ કહ્યું, “તેના પાયાઓને, ઉખેડી નાખો, ઉખેડી નાખો.”
Herre, hugsa Edoms søner Jerusalems dag! dei som sagde: «Riv ned, riv ned, radt ned til grunnen!»
8 ૮ હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે.
Babels dotter, du øydelagde! sæl er den som gjev deg løn for den gjerning du gjorde imot oss!
9 ૯ જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર પછાડે તે આશીર્વાદિત છે.
Sæl er den som tek og krasar dine småborn imot berget!