< ગીતશાસ્ત્ર 136 >

1 યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
यहोवा का धन्यवाद करो, क्योंकि वह भला है, और उसकी करुणा सदा की है।
2 સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
जो ईश्वरों का परमेश्वर है, उसका धन्यवाद करो, उसकी करुणा सदा की है।
3 પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
जो प्रभुओं का प्रभु है, उसका धन्यवाद करो, उसकी करुणा सदा की है।
4 જે એકલા જ મહાન ચમત્કારો કરનાર છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
उसको छोड़कर कोई बड़े-बड़े आश्चर्यकर्म नहीं करता, उसकी करुणा सदा की है।
5 જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યાં છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
उसने अपनी बुद्धि से आकाश बनाया, उसकी करुणा सदा की है।
6 જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
उसने पृथ्वी को जल के ऊपर फैलाया है, उसकी करुणा सदा की है।
7 મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
उसने बड़ी-बड़ी ज्योतियाँ बनाईं, उसकी करुणा सदा की है।
8 દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
दिन पर प्रभुता करने के लिये सूर्य को बनाया, उसकी करुणा सदा की है।
9 રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
और रात पर प्रभुता करने के लिये चन्द्रमा और तारागण को बनाया, उसकी करुणा सदा की है।
10 ૧૦ મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
१०उसने मिस्रियों के पहिलौठों को मारा, उसकी करुणा सदा की है।
11 ૧૧ વળી તેઓની પાસેથી ઇઝરાયલને છોડાવનારની સ્તુતિ કરો; કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
११और उनके बीच से इस्राएलियों को निकाला, उसकी करुणा सदा की है।
12 ૧૨ પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડાવી લાવ્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
१२बलवन्त हाथ और बढ़ाई हुई भुजा से निकाल लाया, उसकी करुणा सदा की है।
13 ૧૩ તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
१३उसने लाल समुद्र को विभाजित कर दिया, उसकी करुणा सदा की है।
14 ૧૪ તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
१४और इस्राएल को उसके बीच से पार कर दिया, उसकी करुणा सदा की है;
15 ૧૫ ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ડુબાવી દેનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
१५और फ़िरौन को उसकी सेना समेत लाल समुद्र में डाल दिया, उसकी करुणा सदा की है।
16 ૧૬ જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
१६वह अपनी प्रजा को जंगल में ले चला, उसकी करुणा सदा की है।
17 ૧૭ જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
१७उसने बड़े-बड़े राजा मारे, उसकी करुणा सदा की है।
18 ૧૮ નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
१८उसने प्रतापी राजाओं को भी मारा, उसकी करुणा सदा की है;
19 ૧૯ અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
१९एमोरियों के राजा सीहोन को, उसकी करुणा सदा की है;
20 ૨૦ બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
२०और बाशान के राजा ओग को घात किया, उसकी करुणा सदा की है।
21 ૨૧ જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
२१और उनके देश को भाग होने के लिये, उसकी करुणा सदा की है;
22 ૨૨ જેમણે તે દેશ પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
२२अपने दास इस्राएलियों के भाग होने के लिये दे दिया, उसकी करुणा सदा की है।
23 ૨૩ જેમણે અમારી નબળાઈઓમાં અમને સંભાર્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
२३उसने हमारी दुर्दशा में हमारी सुधि ली, उसकी करुणा सदा की है;
24 ૨૪ અમારા શત્રુઓ પર જેમણે અમને વિજય અપાવ્યો, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
२४और हमको द्रोहियों से छुड़ाया है, उसकी करुणा सदा की है।
25 ૨૫ જે બધાં પ્રાણીઓને અન્ન આપે છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
२५वह सब प्राणियों को आहार देता है, उसकी करुणा सदा की है।
26 ૨૬ આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
२६स्वर्ग के परमेश्वर का धन्यवाद करो, उसकी करुणा सदा की है।

< ગીતશાસ્ત્ર 136 >