< ગીતશાસ્ત્ર 135 >
1 ૧ યહોવાહની સ્તુતિ કરો. યહોવાહના નામની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.
Monkamfo Awurade. Monkamfo Awurade din; monkamfo no, mo Awurade asomfoɔ,
2 ૨ યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના, આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
mo a mosom wɔ Awurade fie, wɔ adihɔ a ɛwɔ yɛn Onyankopɔn fie.
3 ૩ યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે; તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે.
Monkamfo Awurade ɛfiri sɛ ɔyɛ; monto ayɛyie dwom mma ne din, na ɛno na ɛyɛ anisɔ.
4 ૪ કેમ કે યહોવાહે પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, ઇઝરાયલ ખાસ તેમની સંપત્તિ છે.
Awurade ayi Yakob sɛ ɔnyɛ ne deɛ, wayi Israel sɛ nʼadeɛ a ɛsom bo.
5 ૫ હું જાણું છું કે યહોવાહ મહાન છે, આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે.
Menim sɛ Awurade so; Ɔso sene anyame nyinaa.
6 ૬ આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.
Awurade yɛ deɛ ɔpɛ biara, wɔ ɔsoro ne asase so, ɛpo ne emu abunu nyinaa.
7 ૭ તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે, તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
Ɔma omununkum ma ne ho so firi asase ano ba; ɔsoma anyinam ka osutɔ ho na ɔma ahum tu firi nʼakoradan mu.
8 ૮ મિસરમાં તેમણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો.
Ɔkumm Misraim mmakan, nnipa ne mmoa mmakan.
9 ૯ તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં.
Ɔsomaa ne nsɛnkyerɛnneɛ ne nʼanwanwadeɛ baa mo mfimfini, Ao Misraim, de tiaa Farao ne nʼasomfoɔ nyinaa.
10 ૧૦ તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા,
Ɔsɛee amanaman pii na ɔkunkumm ahemfo akɛseɛ,
11 ૧૧ અમોરીઓના રાજા સીહોનને અને બાશાનના રાજા ઓગને અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં.
Amorifoɔ ɔhene, Sihon Basan ɔhene, Og ne Kanaan ahemfo nyinaa,
12 ૧૨ તેમના દેશને તેમણે પોતાના લોક ઇઝરાયલને વારસામાં આપ્યો.
na ɔde wɔn nsase maa sɛ agyapadeɛ; ɔde maa ne nkurɔfoɔ Israelfoɔ.
13 ૧૩ હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે, હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
Ao Awurade, wo din wɔ hɔ daa. Ao Awurade wo din ahyeta awoɔ ntoatoasoɔ nyinaa mu.
14 ૧૪ કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશે અને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે.
Awurade bɛdi ama ne nkurɔfoɔ na ɔbɛhunu nʼasomfoɔ mmɔbɔ.
15 ૧૫ વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે, તેઓ માણસોના હાથથી જ બનેલી છે.
Amanaman no ahoni yɛ dwetɛ ne sikakɔkɔɔ a wɔde onipa nsa na ayɛ.
16 ૧૬ તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી.
Wɔwɔ ano, nanso wɔntumi nkasa, wɔwɔ ani, nanso wɔnhunu adeɛ;
17 ૧૭ તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી, તેઓનાં મુખમાં શ્વાસ નથી.
wɔwɔ aso, nanso wɔnte asɛm, na ahomeɛ nso nni wɔn anom.
18 ૧૮ જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે, જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
Wɔn a wɔyɛɛ ahoni no bɛyɛ sɛ wɔn ara, saa ara na wɔn a wɔde wɔn ho to wɔn so no bɛyɛ.
19 ૧૯ હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.
Monkamfo Awurade, Ao Israel fiefoɔ; monkamfo Awurade, Ao Aaron fiefoɔ;
20 ૨૦ હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો.
monkamfo Awurade, Ao Lewi fiefoɔ; monkamfo Awurade, mo a mosuro no.
21 ૨૧ સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો, જે યરુશાલેમમાં રહે છે. તે યહોવાહની સ્તુતિ કરો.
Momfiri Sion nkamfo Awurade, monkamfo deɛ ɔte Yerusalem no. Monkamfo Awurade.