< ગીતશાસ્ત્ર 133 >

1 ચઢવાનું ગીત; દાઉદનું. ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!
שִׁיר הַֽמַּעֲלוֹת לְדָוִד הִנֵּה מַה־טּוֹב וּמַה־נָּעִים שֶׁבֶת אַחִים גַּם־יָֽחַד׃
2 તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
כַּשֶּׁמֶן הַטּוֹב ׀ עַל־הָרֹאשׁ יֹרֵד עַֽל־הַזָּקָן זְקַֽן־אַהֲרֹן שֶׁיֹּרֵד עַל־פִּי מִדּוֹתָֽיו׃
3 વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.
כְּטַל־חֶרְמוֹן שֶׁיֹּרֵד עַל־הַרְרֵי צִיּוֹן כִּי שָׁם ׀ צִוָּה יְהֹוָה אֶת־הַבְּרָכָה חַיִּים עַד־הָעוֹלָֽם׃

< ગીતશાસ્ત્ર 133 >