< ગીતશાસ્ત્ર 132 >
1 ૧ ચઢવાનું ગીત. હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા તે તેના લાભમાં સંભારો.
Wimbo wa kwenda juu. Ee Bwana, mkumbuke Daudi na taabu zote alizozistahimili.
2 ૨ તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો.
Aliapa kiapo kwa Bwana na akaweka nadhiri kwa Yule Mwenye Nguvu wa Yakobo:
3 ૩ તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું,
“Sitaingia nyumbani mwangu au kwenda kitandani mwangu:
4 ૪ ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં.
sitaruhusu usingizi katika macho yangu, wala kope zangu kusinzia,
5 ૫ વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”
mpaka nitakapompatia Bwana mahali, makao kwa ajili ya Yule Mwenye Nguvu wa Yakobo.”
6 ૬ જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો.
Tulisikia habari hii huko Efrathi, tulikutana nayo katika mashamba ya Yaara:
7 ૭ ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ.
“Twendeni kwenye makao yake, na tuabudu kwenye kiti cha kuwekea miguu yake;
8 ૮ હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.
inuka, Ee Bwana, uje mahali pako pa kupumzikia, wewe na Sanduku la nguvu zako.
9 ૯ તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો.
Makuhani wako na wavikwe haki, watakatifu wako na waimbe kwa furaha.”
10 ૧૦ તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો.
Kwa ajili ya Daudi mtumishi wako, usimkatae mpakwa mafuta wako.
11 ૧૧ યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.
Bwana alimwapia Daudi kiapo, kiapo cha uhakika ambacho hatakitangua: “Nitamweka mmoja wa wazao wako mwenyewe katika kiti chako cha enzi,
12 ૧૨ જો તારા પુત્રો મારો કરાર અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.”
kama wanao watashika Agano langu na sheria ninazowafundisha, ndipo wana wao watarithi kiti chako cha enzi milele na milele.”
13 ૧૩ હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે.
Kwa maana Bwana ameichagua Sayuni, amepaonea shauku pawe maskani yake:
14 ૧૪ આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે.
“Hapa ni mahali pangu pa kupumzika milele na milele; hapa ndipo nitakapoketi nikitawala, kwa sababu nimepaonea shauku:
15 ૧૫ હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.
Nitambariki kwa kumpa mahitaji tele: nitashibisha maskini wake kwa chakula.
16 ૧૬ હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.
Nitawavika makuhani wake wokovu, nao watakatifu wake watadumu wakiimba kwa furaha.
17 ૧૭ ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.
“Hapa nitamchipushia Daudi pembe, na kuweka taa kwa ajili ya masiya wangu.
18 ૧૮ તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે.
Adui zake nitawavika aibu, bali taji kichwani pake itangʼaa sana.”