< ગીતશાસ્ત્ર 130 >
1 ૧ ચઢવાનું ગીત. હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
Aus den Tiefen rufe ich zu Dir, Jehovah.
2 ૨ હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.
Herr, höre auf meine Stimme, es mögen Deine Ohren aufmerken auf die Stimme meines Flehens.
3 ૩ હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
Wenn Du, Jah, Missetaten behältst, wer wird, o Herr, bestehen?
4 ૪ પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.
Doch ist bei Dir Vergebung, daß man Dich fürchte.
5 ૫ હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.
Ich hoffe auf Jehovah, meine Seele hofft, und Seines Wortes warte ich.
6 ૬ સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
Meine Seele ist auf den Herrn, mehr als die Hüter auf den Morgen.
7 ૭ હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે.
Warte auf Jehovah, Israel; denn bei Jehovah ist Barmherzigkeit und mit Ihm viel Erlösung.
8 ૮ તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.
Und Er wird Israel lösen von allen seinen Missetaten.