< ગીતશાસ્ત્ર 13 >

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવાહ, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? ક્યાં સુધી તમે મારાથી વિમુખ રહેશો?
למנצח מזמור לדוד עד אנה יהוה תשכחני נצח עד אנה תסתיר את פניך ממני׃
2 આખો દિવસ મારા હૃદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચઢી વાગશે?
עד אנה אשית עצות בנפשי יגון בלבבי יומם עד אנה ירום איבי עלי׃
3 હે યહોવાહ, મારા ઈશ્વર, ધ્યાન આપીને મને ઉત્તર આપો! મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું.
הביטה ענני יהוה אלהי האירה עיני פן אישן המות׃
4 રખેને મારો શત્રુ એમ કહે કે, “મેં તેને હરાવ્યો છે,” જેથી તે એમ પણ ન કહે કે, “મેં મારા દુશ્મનો પર વિજય મેળવ્યો છે;” નહિ તો, જ્યારે હું પડી જાઉં, ત્યારે મારા શત્રુઓ આનંદ કરે.
פן יאמר איבי יכלתיו צרי יגילו כי אמוט׃
5 પણ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તમે કરેલા ઉદ્ધારમાં મારું હૃદય હર્ષ પામે છે.
ואני בחסדך בטחתי יגל לבי בישועתך׃
6 યહોવાહની આગળ હું ગાયન ગાઈશ, કારણ કે તે મારા પર કૃપાવાન થયા છે.
אשירה ליהוה כי גמל עלי׃

< ગીતશાસ્ત્ર 13 >