< ગીતશાસ્ત્ર 13 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવાહ, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? ક્યાં સુધી તમે મારાથી વિમુખ રહેશો?
TO THE OVERSEER. A PSALM OF DAVID. Until when, O YHWH, Do You forget me forever? Until when do You hide Your face from me?
2 ૨ આખો દિવસ મારા હૃદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચઢી વાગશે?
Until when do I set counsels in my soul, [With] sorrow in my heart daily? Until when is my enemy exalted over me?
3 ૩ હે યહોવાહ, મારા ઈશ્વર, ધ્યાન આપીને મને ઉત્તર આપો! મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું.
Look attentively; Answer me, O YHWH, my God, Enlighten my eyes, lest I sleep in death,
4 ૪ રખેને મારો શત્રુ એમ કહે કે, “મેં તેને હરાવ્યો છે,” જેથી તે એમ પણ ન કહે કે, “મેં મારા દુશ્મનો પર વિજય મેળવ્યો છે;” નહિ તો, જ્યારે હું પડી જાઉં, ત્યારે મારા શત્રુઓ આનંદ કરે.
Lest my enemy say, “I overcame him,” My adversaries rejoice when I am moved.
5 ૫ પણ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તમે કરેલા ઉદ્ધારમાં મારું હૃદય હર્ષ પામે છે.
And I have trusted in Your kindness, My heart rejoices in Your salvation.
6 ૬ યહોવાહની આગળ હું ગાયન ગાઈશ, કારણ કે તે મારા પર કૃપાવાન થયા છે.
I sing to YHWH, For He has conferred benefits on me!