< ગીતશાસ્ત્ર 129 >
1 ૧ ચઢવાનું ગીત. ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”
“Mara nyingi tangu ujana wangu wamekuwa wakinishambulia,” Israeli na iseme.
2 ૨ “મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.
“Mara nyingi tangu ujana wangu wamekuwa wakinishambulia, lakini hawajanishinda.
3 ૩ મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.
Wakulima wamekuwa wakilima mgonngoni kwangu; wametengeneza matuta yao marefu.
4 ૪ યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે.”
Yahwe ni mwenye haki; amezikata kamba za waovu.”
5 ૫ સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.
Wote waaibishwe na kurudishwa nyuma, wale wachukiao Sayuni.
6 ૬ તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,
Na wawe kama nyasi juu ya paa ambayo hunyauka kabla hayajakua,
7 ૭ જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
ambayo hayawezi kujaza mkono wa mvunaji wala kifua cha mfunga miganda.
8 ૮ તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”
Wale wapitao karibu wasiseme, “Baraka za Mungu na ziwe juu yako; Tunakubariki katika jina la Yahwe.”