< ગીતશાસ્ત્ર 128 >
1 ૧ ચઢવાનું ગીત. જે યહોવાહને માન આપે છે અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.
上行之诗。 凡敬畏耶和华、 遵行他道的人便为有福!
2 ૨ તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.
你要吃劳碌得来的; 你要享福,事情顺利。
3 ૩ તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.
你妻子在你的内室,好像多结果子的葡萄树; 你儿女围绕你的桌子,好像橄榄栽子。
4 ૪ હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે.
看哪,敬畏耶和华的人必要这样蒙福!
5 ૫ યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.
愿耶和华从锡安赐福给你! 愿你一生一世看见耶路撒冷的好处!
6 ૬ તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.
愿你看见你儿女的儿女! 愿平安归于以色列!