< ગીતશાસ્ત્ર 127 >

1 ચઢવાનું ગીત; સુલેમાનનું. જો યહોવાહ ઘર ન બાંધે તો, તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.
所羅門上行之詩。 若不是耶和華建造房屋, 建造的人就枉然勞力; 若不是耶和華看守城池, 看守的人就枉然警醒。
2 તમારું વહેલું ઊઠવું, અને મોડું સૂવું, અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે યહોવાહ પોતાના વહાલાઓને ઊંઘમાં આપે છે.
你們清晨早起,夜晚安歇, 吃勞碌得來的飯,本是枉然; 惟有耶和華所親愛的,必叫他安然睡覺。
3 જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે.
兒女是耶和華所賜的產業; 所懷的胎是他所給的賞賜。
4 યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
少年時所生的兒女 好像勇士手中的箭。
5 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.
箭袋充滿的人便為有福; 他們在城門口和仇敵說話的時候, 必不至於羞愧。

< ગીતશાસ્ત્ર 127 >