< ગીતશાસ્ત્ર 126 >
1 ૧ ચઢવાનું ગીત. જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.
都もうでの歌 主がシオンの繁栄を回復されたとき、われらは夢みる者のようであった。
2 ૨ ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું અને અમારી જીભ ગાયન કરવા લાગી. ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, “યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.”
その時われらの口は笑いで満たされ、われらの舌は喜びの声で満たされた。その時「主は彼らのために大いなる事をなされた」と言った者が、もろもろの国民の中にあった。
3 ૩ યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; અમે કેટલા ખુશ છીએ!
主はわれらのために大いなる事をなされたので、われらは喜んだ。
4 ૪ નેગેબના ઝરણાંની જેમ, હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો.
主よ、どうか、われらの繁栄を、ネゲブの川のように回復してください。
5 ૫ જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.
涙をもって種まく者は、喜びの声をもって刈り取る。
6 ૬ જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.
種を携え、涙を流して出て行く者は、束を携え、喜びの声をあげて帰ってくるであろう。