< ગીતશાસ્ત્ર 125 >

1 ચઢવાનું ગીત. જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.
Песнь восхождения. Надеющийся на Господа, как гора Сион, не подвигнется: пребывает вовек.
2 જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.
Горы окрест Иерусалима, а Господь окрест народа Своего отныне и вовек.
3 દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ. નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.
Ибо не оставит Господь жезла нечестивых над жребием праведных, дабы праведные не простерли рук своих к беззаконию.
4 હે યહોવાહ, જેઓ સારા છે અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો.
Благотвори, Господи, добрым и правым в сердцах своих;
5 પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ પર શાંતિ થાઓ.
а совращающихся на кривые пути свои да оставит Господь ходить с делающими беззаконие. Мир на Израиля!

< ગીતશાસ્ત્ર 125 >