< ગીતશાસ્ત્ર 124 >
1 ૧ ચઢવાનું ગીત; દાઉદનું. હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,”
Davudun ziyarət nəğməsi. İndi İsrail söyləsin: Rəbb tərəfimizi saxlamasaydı,
2 ૨ જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
Bizə qarşı insanlar qalxarkən Rəbb tərəfimizi saxlamasaydı,
3 ૩ તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
Bizə qarşı qəzəblərindən yanarkən Bizi diri-diri udardılar,
4 ૪ પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.
Sular bizi yuyub-aparardı, Sellər üstümüzü basardı,
5 ૫ તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
Azğın sular üstümüzü basardı.
6 ૬ યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
Alqış olsun Rəbbə! O bizi onların dişlərinə ov etmədi.
7 ૭ જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.
Bizi ovçunun tələsindən bir quş kimi qurtardı, Tələ qırıldı, canımız azad oldu.
8 ૮ આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે.
Bizə Rəbbin adından, Göyləri və yeri yaradandan yardım gəlir.