< ગીતશાસ્ત્ર 123 >
1 ૧ ચઢવાનું ગીત. હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર, હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું.
A song of ascents. I lift up my eyes to You, the One enthroned in heaven.
2 ૨ જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ, જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.
As the eyes of servants look to the hand of their master, as the eyes of a maidservant look to the hand of her mistress, so our eyes are on the LORD our God until He shows us mercy.
3 ૩ અમારા પર દયા કરો, હે યહોવાહ, અમારા પર દયા કરો, કેમ કે અમે અપમાનથી ભરાઈ ગયા છીએ.
Have mercy on us, O LORD, have mercy, for we have endured much contempt.
4 ૪ બેદરકાર માણસોના તુચ્છકાર તથા ગર્વિષ્ઠોના અપમાનથી અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે.
We have endured much scorn from the arrogant, much contempt from the proud.