< ગીતશાસ્ત્ર 122 >
1 ૧ ચઢવાનું ગીત; દાઉદનું. જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.
Hodočasnička pjesma. Davidova. Obradovah se kad mi rekoše: “Hajdemo u Dom Jahvin!”
2 ૨ હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.
Eto, noge nam već stoje na vratima tvojim, Jeruzaleme.
3 ૩ યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.
Jeruzaleme, grade čvrsto sazdani i kao u jedno saliveni!
4 ૪ ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.
Onamo uzlaze plemena, plemena Jahvina, po Zakonu Izraelovu, da slave ime Jahvino.
5 ૫ કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.
Ondje stoje sudačke stolice, stolice doma Davidova.
6 ૬ યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.
Molite za mir Jeruzalemov! Blago onima koji tebe ljube!
7 ૭ તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
Neka bude mir u zidinama tvojim i pokoj u tvojim palačama!
8 ૮ મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”
Radi braće i prijatelja svojih klicat ću: “Mir tebi!”
9 ૯ આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.
Radi Doma Jahve, Boga našega, za sreću tvoju ja ću moliti.