< ગીતશાસ્ત્ર 121 >
1 ૧ ચઢવાનું ગીત. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. મને ક્યાંથી સહાય મળે?
Hodočasnička pjesma. K brdima oči svoje uzdižem: odakle će mi doći pomoć?
2 ૨ જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.
Pomoć je moja od Jahve koji stvori nebo i zemlju.
3 ૩ તે તારા પગને ડગવા દેશે નહિ; જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.
Tvojoj nozi on posrnuti ne da i neće zadrijemati on, čuvar tvoj.
4 ૪ જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.
Ne, ne drijema i ne spava on, čuvar Izraelov.
5 ૫ યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.
Jahve je čuvar tvoj, Jahve je zasjen tvoj s desne tvoje!
6 ૬ દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ.
Neće ti sunce nauditi danju ni mjesec noću.
7 ૭ સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.
Čuvao te Jahve od zla svakoga, čuvao dušu tvoju!
8 ૮ હમણાંથી તે સર્વકાળ માટે તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.
Čuvao Jahve tvoj izlazak i povratak odsada dovijeka.