< ગીતશાસ્ત્ર 120 >

1 ચઢવાનું ગીત. મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.
שיר המעלות אל יהוה בצרתה לי קראתי ויענני׃
2 હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
יהוה הצילה נפשי משפת שקר מלשון רמיה׃
3 હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?
מה יתן לך ומה יסיף לך לשון רמיה׃
4 તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
חצי גבור שנונים עם גחלי רתמים׃
5 મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
אויה לי כי גרתי משך שכנתי עם אהלי קדר׃
6 જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
רבת שכנה לה נפשי עם שונא שלום׃
7 હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.
אני שלום וכי אדבר המה למלחמה׃

< ગીતશાસ્ત્ર 120 >