< ગીતશાસ્ત્ર 12 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત. હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે.
MAING kom kotin sauasa, pwe me lelapok kan malaulaular, o me melel akan me malaulau ren aramas akan.
2 ૨ દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે; દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે.
Irail kin lokaia likam, amen amen ong men impa, re lokaiaki lol riapot.
3 ૩ યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે.
Ieowa pan kotin usada kil en au karos me lingkaping o lo, me kin lokaia wei ni aklapalap.
4 ૪ તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું. જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?”
Me kin indinda: Lo atail, me kit pan pwai kida, o kil en au at me kit keleki; is at kaun?
5 ૫ યહોવાહ કહે છે, “ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ.” “જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”
Ieowa kotin masani: I pan uda, pweki kankangeranger en me luet akan o sangesang en me samama kan: I pan sauasa i, me kin inong iong.
6 ૬ યહોવાહના શબ્દો શુદ્ધ છે, જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય, તેના જેવા તેઓ પવિત્ર છે.
Masan en Ieowa me makelekeleta silper, me kamakelekel kidar nan dal pwel en kisiniai pan pak isu.
7 ૭ હે યહોવાહ, તમે અમને સંભાળજો. આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.
Komui Maing, pan kotin pera irail, o sinsila mon di wet kokolata.
8 ૮ જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છે ત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે.
Pwe me sapung kan pan totolar wasa karos, ma aramas sued pukat kin kaunda aramas akan.