< ગીતશાસ્ત્ર 12 >

1 મુખ્ય ગવૈયાને માટે; શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત. હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે.
大衛的詩,交與伶長。調用第八。 耶和華啊,求你幫助,因虔誠人斷絕了; 世人中間的忠信人沒有了。
2 દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે; દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે.
人人向鄰舍說謊; 他們說話,是嘴唇油滑,心口不一。
3 યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે.
凡油滑的嘴唇和誇大的舌頭, 耶和華必要剪除。
4 તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું. જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?”
他們曾說:我們必能以舌頭得勝; 我們的嘴唇是我們自己的, 誰能作我們的主呢?
5 યહોવાહ કહે છે, “ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ.” “જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”
耶和華說:因為困苦人的冤屈 和貧窮人的歎息, 我現在要起來, 把他安置在他所切慕的穩妥之地。
6 યહોવાહના શબ્દો શુદ્ધ છે, જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય, તેના જેવા તેઓ પવિત્ર છે.
耶和華的言語是純淨的言語, 如同銀子在泥爐中煉過七次。
7 હે યહોવાહ, તમે અમને સંભાળજો. આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.
耶和華啊,你必保護他們; 你必保佑他們永遠脫離這世代的人。
8 જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છે ત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે.
下流人在世人中升高, 就有惡人到處遊行。

< ગીતશાસ્ત્ર 12 >