< ગીતશાસ્ત્ર 118 >
1 ૧ યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે.
Pateiciet Tam Kungam, jo Viņš ir laipnīgs, un Viņa žēlastība paliek mūžīgi.
2 ૨ ઇઝરાયલ, એમ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
Lai saka Israēls: Viņa žēlastība paliek mūžīgi.
3 ૩ હારુનનું કુટુંબ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
Lai saka Ārona nams: Viņa žēlastība paliek mūžīgi.
4 ૪ યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
Lai saka, kas To Kungu bīstas: Viņa žēlastība paliek mūžīgi.
5 ૫ મેં મારા સંકટમાં યહોવાહને વિનંતી કરી; યહોવાહે ઉત્તર આપીને મને મુક્ત કર્યો.
No bēdām es To Kungu piesaucu, un Tas Kungs mani paklausīja plašā vietā.
6 ૬ યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
Tas Kungs ir ar mani, es nebīstos; ko cilvēki man var darīt?
7 ૭ મારા મદદગાર તરીકે યહોવાહ મારી પાસે છે; હું મારા શત્રુઓને, કે જેઓ મને ધિક્કારે છે, તેઓને પરાજિત થતાં જોઈશ.
Tas Kungs ir mans palīgs, un es ar prieku skatīšos uz saviem nīdētājiem.
8 ૮ માણસ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર ભરોસો રાખવો વધારે સારો છે.
Labāki ir, paļauties uz To Kungu, nekā cerēt uz cilvēkiem.
9 ૯ રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે.
Labāki ir, paļauties uz To Kungu, nekā cerēt uz lieliem kungiem.
10 ૧૦ સર્વ પ્રજાઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
Visi pagāni apmetās ap mani, bet Tā Kunga Vārdā es tos izdeldēšu.
11 ૧૧ તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
Tie metās pret mani visapkārt, bet Tā Kunga Vārdā es tos izdeldēšu.
12 ૧૨ તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો; તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
Tie apmetās ap mani kā bites, bet tie izdziest kā uguns ērkšķos; Tā Kunga Vārdā es tos izdeldēšu.
13 ૧૩ નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો, પણ યહોવાહે મને મદદ કરી.
Tu man grūdin pagrūdi, lai es krītu; bet Tas Kungs ir mans palīgs.
14 ૧૪ યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે અને તે જ મારા છોડાવનાર થયા છે.
Tas Kungs ir mans stiprums un mana dziesma un ir mans Pestītājs.
15 ૧૫ ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
Gavilēšanas un pestīšanas balss (atskan) taisno dzīvokļos; Tā Kunga labā roka dara varenus darbus
16 ૧૬ યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
Tā Kunga labā roka ir paaugstināta, Tā Kunga labā roka dara varenus darbus.
17 ૧૭ હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ.
Es nemiršu, bet dzīvošu un izteikšu Tā Kunga darbus.
18 ૧૮ યહોવાહે મને ભારે શિક્ષા કરી છે; પણ તેમણે મને મરણને સ્વાધીન કર્યો નથી.
Gan Tas Kungs mani pārmāca, bet taču Viņš mani nenodod nāvei.
19 ૧૯ મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો; હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ.
Atdariet man taisnības vārtus, ka es pa tiem ieeju un Tam Kungam pateicos.
20 ૨૦ યહોવાહનું દ્વાર આ છે; એમાં થઈને ન્યાયીઓ અંદર પ્રવેશ કરશે.
Šie ir Tā Kunga vārti, pa tiem tie taisnie ieies.
21 ૨૧ હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે અને તમે મારો ઉદ્ધાર કર્યો છો.
Es tev pateicos, ka tā mani esi paklausījis un man bijis par Pestītāju.
22 ૨૨ જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
Tas akmens, ko tie nama taisītāji atmetuši, ir palicis par stūra akmeni.
23 ૨૩ આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
Tas ir no Tā Kunga, un ir brīnums mūsu acīs.
24 ૨૪ આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ.
Šī ir tā diena, ko Tas Kungs darījis; priecāsimies un līksmosimies par to.
25 ૨૫ હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો.
Ak Kungs, palīdzi nu! ak Kungs, lai labi izdodas!
26 ૨૬ યહોવાહને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; અમે તમને યહોવાહના ઘરમાંથી આશીર્વાદ આપ્યો છે.
Slavēts lai ir, kas nāk Tā Kunga Vārdā; mēs svētījam jūs no Tā Kunga nama.
27 ૨૭ યહોવાહ તે જ ઈશ્વર છે અને તેમણે આપણને અજવાળું આપ્યું છે; વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો.
Tas Kungs ir tas stiprais Dievs, kas mūs apgaismo. Piesieniet svētku upurus ar saitēm līdz altāra ragiem.
28 ૨૮ તમે મારા ઈશ્વર છો અને હું તમારો આભાર માનીશ; તમે મારા ઈશ્વર છો; હું તમને મહાન માનીશ.
Tu esi mans Dievs, un es Tev pateicos; mans Dievs, es Tevi paaugstināšu.
29 ૨૯ યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ ટકે છે.
Pateiciet Tam Kungam, jo Viņš ir laipnīgs, un Viņa žēlastība paliek mūžīgi.