< ગીતશાસ્ત્ર 118 >

1 યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે.
여호와께 감사하라 저는 선하시며 그 인자하심이 영원함이로다
2 ઇઝરાયલ, એમ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
이제 이스라엘은 말하기를 그 인자하심이 영원하다 할지로다
3 હારુનનું કુટુંબ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
이제 아론의 집은 말하기를 그 인자하심이 영원하다 할지로다
4 યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
이제 여호와를 경외하는 자는 말하기를 그 인자하심이 영원하다 할지로다
5 મેં મારા સંકટમાં યહોવાહને વિનંતી કરી; યહોવાહે ઉત્તર આપીને મને મુક્ત કર્યો.
내가 고통 중에 여호와께 부르짖었더니 여호와께서 답하시고 나를 광활한 곳에 세우셨도다
6 યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
여호와는 내 편이시라 내게 두려움이 없나니 사람이 내게 어찌할꼬
7 મારા મદદગાર તરીકે યહોવાહ મારી પાસે છે; હું મારા શત્રુઓને, કે જેઓ મને ધિક્કારે છે, તેઓને પરાજિત થતાં જોઈશ.
여호와께서 내 편이 되사 나를 돕는 자 중에 계시니 그러므로 나를 미워하는 자에게 보응하시는 것을 내가 보리로다
8 માણસ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર ભરોસો રાખવો વધારે સારો છે.
여호와께 피함이 사람을 신뢰함보다 나으며
9 રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે.
여호와께 피함이 방백들을 신뢰함보다 낫도다
10 ૧૦ સર્વ પ્રજાઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
열방이 나를 에워쌌으니 내가 여호와의 이름으로 저희를 끊으리로다
11 ૧૧ તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
저희가 나를 에워싸고 에워쌌으니 내가 여호와의 이름으로 저희를 끊으리로다
12 ૧૨ તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો; તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
저희가 벌과 같이 나를 에워쌌으나 가시덤불의 불 같이 소멸되었나니 내가 여호와의 이름으로 저희를 끊으리로다
13 ૧૩ નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો, પણ યહોવાહે મને મદદ કરી.
네가 나를 밀쳐 넘어뜨리려 하였으나 여호와께서 나를 도우셨도다
14 ૧૪ યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે અને તે જ મારા છોડાવનાર થયા છે.
여호와는 나의 능력과 찬송이시요 또 나의 구원이 되셨도다
15 ૧૫ ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
의인의 장막에 기쁜 소리, 구원의 소리가 있음이여 여호와의 오른손이 권능을 베푸시며
16 ૧૬ યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
여호와의 오른손이 높이 들렸으며 여호와의 오른손이 권능을 베푸시는도다
17 ૧૭ હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ.
내가 죽지 않고 살아서 여호와의 행사를 선포하리로다
18 ૧૮ યહોવાહે મને ભારે શિક્ષા કરી છે; પણ તેમણે મને મરણને સ્વાધીન કર્યો નથી.
여호와께서 나를 심히 경책하셨어도 죽음에는 붙이지 아니하셨도다
19 ૧૯ મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો; હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ.
내게 의의 문을 열지어다 내가 들어가서 여호와께 감사하리로다
20 ૨૦ યહોવાહનું દ્વાર આ છે; એમાં થઈને ન્યાયીઓ અંદર પ્રવેશ કરશે.
이는 여호와의 문이라 의인이 그리로 들어가리로다
21 ૨૧ હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે અને તમે મારો ઉદ્ધાર કર્યો છો.
주께서 내게 응답하시고 나의 구원이 되셨으니 내가 주께 감사하리이다
22 ૨૨ જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
건축자의 버린 돌이 집 모퉁이의 머릿돌이 되었나니
23 ૨૩ આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
이는 여호와의 행하신 것이요 우리 눈에 기이한 바로다
24 ૨૪ આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ.
이 날은 여호와의 정하신 것이라 이 날에 우리가 즐거워하고 기뻐하리로다
25 ૨૫ હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો.
여호와여 구하옵나니 이제 구원하소서 여호와여 우리가 구하옵나니 이제 형통케 하소서
26 ૨૬ યહોવાહને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; અમે તમને યહોવાહના ઘરમાંથી આશીર્વાદ આપ્યો છે.
여호와의 이름으로 오는 자가 복이 있음이여 우리가 여호와의 집에서 너희를 축복하였도다
27 ૨૭ યહોવાહ તે જ ઈશ્વર છે અને તેમણે આપણને અજવાળું આપ્યું છે; વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો.
여호와는 하나님이시라 우리에게 비취셨으니 줄로 희생을 제단 뿔에 맬지어다
28 ૨૮ તમે મારા ઈશ્વર છો અને હું તમારો આભાર માનીશ; તમે મારા ઈશ્વર છો; હું તમને મહાન માનીશ.
주는 나의 하나님이시라 내가 주께 감사하리이다 주는 나의 하나님이시라 내가 주를 높이리이다
29 ૨૯ યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ ટકે છે.
여호와께 감사하라 그는 선하시며 그 인자하심이 영원함이로다

< ગીતશાસ્ત્ર 118 >