< ગીતશાસ્ત્ર 116 >

1 હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ અને મારી વિનંતી સાંભળી છે.
Юбеск пе Домнул, кэч Ел ауде гласул меу, черериле меле.
2 તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે, મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.
Да, Ел Шь-а плекат урекя спре мине, де ачея-Л вой кема тоатэ вяца мя.
3 મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં. (Sheol h7585)
Мэ ынфэшурасерэ легэтуриле морций ши м-апукасерэ судориле мормынтулуй; ерам прадэ неказулуй ши дурерий. (Sheol h7585)
4 ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.”
Дар ам кемат Нумеле Домнулуй ши ам зис: „Доамне, мынтуеште-мь суфлетул!”
5 યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.
Домнул есте милостив ши дрепт ши Думнезеул ностру есте плин де ындураре.
6 યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.
Домнул пэзеште пе чей фэрэ рэутате: ерам ненорочит де тот, дар Ел м-а мынтуит.
7 હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.
Ынтоарче-те, суфлете, ла одихна та, кэч Домнул ць-а фэкут бине!
8 કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.
Да, Ту мь-ай избэвит суфлетул де ла моарте, окий дин лакримь ши пичоареле де кэдере.
9 હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.
Вой умбла ынаинтя Домнулуй, пе пэмынтул челор вий.
10 ૧૦ મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, “હું ઘણો દુઃખી થઈ ગયો છું.”
Авям дрептате кынд зичям: „Сунт фоарте ненорочит!”
11 ૧૧ મારા ગભરાટમાં મેં કહ્યું, “સર્વ માણસો જૂઠા છે.”
Ын нелиништя мя, зичям: „Орьче ом есте ыншелэтор.”
12 ૧૨ હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?
Кум вой рэсплэти Домнулуй тоате бинефачериле Луй фацэ де мине?
13 ૧૩ હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ.
Вой ынэлца пахарул избэвирилор ши вой кема Нумеле Домнулуй;
14 ૧૪ યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ.
ымь вой ымплини журуинцеле фэкуте Домнулуй, ын фаца ынтрегулуй Сэу попор.
15 ૧૫ યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.
Скумпэ есте ынаинтя Домнулуй моартя челор юбиць де Ел.
16 ૧૬ હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે.
Аскултэ-мэ, Доамне, кэч сунт робул Тэу: робул Тэу, фиул роабей Тале, ши Ту мь-ай десфэкут легэтуриле!
17 ૧૭ હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ.
Ыць вой адуче о жертфэ де мулцумире ши вой кема Нумеле Домнулуй;
18 ૧૮ યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ.
ымь вой ымплини журуинцеле фэкуте Домнулуй ын фаца ынтрегулуй Сэу попор,
19 ૧૯ હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ.
ын курциле Касей Домнулуй, ын мижлокул тэу, Иерусалиме! Лэудаць пе Домнул!

< ગીતશાસ્ત્ર 116 >