< ગીતશાસ્ત્ર 116 >
1 ૧ હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ અને મારી વિનંતી સાંભળી છે.
Amo ao Senhor, porque elle ouviu a minha voz e a minha supplica.
2 ૨ તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે, મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.
Porque inclinou a mim os seus ouvidos; portanto o invocarei emquanto viver.
3 ૩ મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં. (Sheol )
Os cordeis da morte me cercaram, e angustias do inferno se apoderaram de mim: encontrei aperto e tristeza. (Sheol )
4 ૪ ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.”
Então invoquei o nome do Senhor, dizendo: Ó Senhor, livra a minha alma.
5 ૫ યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.
Piedoso é o Senhor e justo: o nosso Deus tem misericordia.
6 ૬ યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.
O Senhor guarda aos simplices: fui abatido, mas elle me livrou.
7 ૭ હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.
Alma minha, volta para o teu repouso, pois o Senhor te fez bem.
8 ૮ કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.
Porque tu, Senhor, livraste a minha alma da morte, os meus olhos das lagrimas, e os meus pés da queda.
9 ૯ હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.
Andarei perante a face do Senhor na terra dos viventes.
10 ૧૦ મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, “હું ઘણો દુઃખી થઈ ગયો છું.”
Cri, por isso fallei: estive muito afflicto.
11 ૧૧ મારા ગભરાટમાં મેં કહ્યું, “સર્વ માણસો જૂઠા છે.”
Dizia na minha pressa: Todos os homens são mentirosos.
12 ૧૨ હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?
Que darei eu ao Senhor, por todos os beneficios que me tem feito?
13 ૧૩ હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ.
Tomarei o calix da salvação, e invocarei o nome do Senhor.
14 ૧૪ યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ.
Pagarei os meus votos ao Senhor, agora, na presença de todo o seu povo.
15 ૧૫ યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.
Preciosa é á vista do Senhor a morte dos seus sanctos.
16 ૧૬ હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે.
Ó Senhor, devéras sou teu servo: sou teu servo, filho da tua serva; soltaste as minhas ataduras.
17 ૧૭ હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ.
Offerecer-te-hei sacrificios de louvor, e invocarei o nome do Senhor.
18 ૧૮ યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ.
Pagarei os meus votos ao Senhor, na presença de todo o meu povo.
19 ૧૯ હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ.
Nos atrios da casa do Senhor, no meio de ti, ó Jerusalem. Louvae ao Senhor.