< ગીતશાસ્ત્ર 113 >

1 યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો.
할렐루야, 여호와의 종들아 찬양하라 여호와의 이름을 찬양하라
2 યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
이제부터 영원까지 여호와의 이름을 찬송할지로다
3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો.
해 돋는 데서부터 해 지는 데까지 여호와의 이름이 찬양을 받으시리로다
4 યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
여호와는 모든 나라 위에 높으시며 그 영광은 하늘 위에 높으시도다
5 આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
여호와 우리 하나님과 같은 자 누구리요 높은 위에 앉으셨으나
6 આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે?
스스로 낮추사 천지를 살피시고
7 તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
가난한 자를 진토에서 일으키시며 궁핍한 자를 거름 무더기에서 드셔서
8 જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
방백들 곧 그 백성의 방백들과 함께 세우시며
9 તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.
또 잉태하지 못하던 여자로 집에 거하게 하사 자녀의 즐거운 어미가 되게 하시는도다 할렐루야

< ગીતશાસ્ત્ર 113 >