< ગીતશાસ્ત્ર 113 >
1 ૧ યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો.
主をほめたたえよ。主のしもべたちよ、ほめたたえよ。主のみ名をほめたたえよ。
2 ૨ યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
今より、とこしえに至るまで主のみ名はほむべきかな。
3 ૩ સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો.
日のいずるところから日の入るところまで、主のみ名はほめたたえられる。
4 ૪ યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
主はもろもろの国民の上に高くいらせられ、その栄光は天よりも高い。
5 ૫ આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
われらの神、主にくらぶべき者はだれか。主は高き所に座し、
6 ૬ આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે?
遠く天と地とを見おろされる。
7 ૭ તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
主は貧しい者をちりからあげ、乏しい者をあくたからあげて、
8 ૮ જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
もろもろの君たちと共にすわらせ、その民の君たちと共にすわらせられる。
9 ૯ તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.
また子を産まぬ女に家庭を与え、多くの子供たちの喜ばしい母とされる。主をほめたたえよ。