< ગીતશાસ્ત્ર 112 >

1 યહોવાહની સ્તુતિ કરો. જે યહોવાહને માન આપે છે, જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે.
הַ֥לְלוּ יָ֨הּ ׀ אַשְׁרֵי־אִ֭ישׁ יָרֵ֣א אֶת־יְהוָ֑ה בְּ֝מִצְוֹתָ֗יו חָפֵ֥ץ מְאֹֽד׃
2 તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે.
גִּבּ֣וֹר בָּ֭אָרֶץ יִהְיֶ֣ה זַרְע֑וֹ דּ֭וֹר יְשָׁרִ֣ים יְבֹרָֽךְ׃
3 તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે.
הוֹן־וָעֹ֥שֶׁר בְּבֵית֑וֹ וְ֝צִדְקָת֗וֹ עֹמֶ֥דֶת לָעַֽד׃
4 ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તેઓ કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે.
זָ֘רַ֤ח בַּחֹ֣שֶׁךְ א֭וֹר לַיְשָׁרִ֑ים חַנּ֖וּן וְרַח֣וּם וְצַדִּֽיק׃
5 જે માણસ કૃપા રાખીને આપે છે, તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે.
טֽוֹב־אִ֭ישׁ חוֹנֵ֣ן וּמַלְוֶ֑ה יְכַלְכֵּ֖ל דְּבָרָ֣יו בְּמִשְׁפָּֽט׃
6 કેમ કે તે કદી પડશે નહિ; ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
כִּֽי־לְעוֹלָ֥ם לֹא־יִמּ֑וֹט לְזֵ֥כֶר ע֝וֹלָ֗ם יִהְיֶ֥ה צַדִּֽיק׃
7 તે ખરાબ સમાચારથી ગભરાતો નથી; તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે.
מִשְּׁמוּעָ֣ה רָ֭עָה לֹ֣א יִירָ֑א נָכ֥וֹן לִ֝בּ֗וֹ בָּטֻ֥חַ בַּיהוָֽה׃
8 તેનું હૃદય શાંત છે, તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ.
סָמ֣וּךְ לִ֭בּוֹ לֹ֣א יִירָ֑א עַ֖ד אֲשֶׁר־יִרְאֶ֣ה בְצָרָֽיו׃
9 તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; તેને માન સહિત ઊંચો કરવામાં આવશે.
פִּזַּ֤ר ׀ נָ֘תַ֤ן לָאֶבְיוֹנִ֗ים צִ֭דְקָתוֹ עֹמֶ֣דֶת לָעַ֑ד קַ֝רְנ֗וֹ תָּר֥וּם בְּכָבֽוֹד׃
10 ૧૦ દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
רָ֘שָׁ֤ע יִרְאֶ֨ה ׀ וְכָעָ֗ס שִׁנָּ֣יו יַחֲרֹ֣ק וְנָמָ֑ס תַּאֲוַ֖ת רְשָׁעִ֣ים תֹּאבֵֽד׃

< ગીતશાસ્ત્ર 112 >