< ગીતશાસ્ત્ર 111 >
1 ૧ યહોવાહની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ.
Monkamfo Awurade! Mɛfiri mʼakoma nyinaa mu ama Awurade so wɔ ateneneefoɔ adwabɔ ne asafo no mu.
2 ૨ યહોવાહનાં કાર્યો મહાન છે, જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે.
Awurade nnwuma yɛ kɛseɛ; wɔn a wɔn ani gye ho nyinaa susu ho.
3 ૩ તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.
Ne nnwuma yɛ tumi ne animuonyam, na ne tenenee wɔ hɔ daa.
4 ૪ તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે; યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે.
Ɔma yɛkae nʼanwanwadeɛ; Awurade yɛ ɔdomfoɔ ne mmɔborɔhunufoɔ.
5 ૫ તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે. તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે.
Ɔma wɔn a wosuro no no aduane; ɔkae nʼapam no daa.
6 ૬ વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે.
Wakyerɛ ne nkurɔfoɔ tumi a ɛwɔ ne nnwuma mu, sɛ ɔde aman afoforɔ nsase ama wɔn.
7 ૭ તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે.
Ne nsa ano nnwuma yɛ nokorɛ na ɛtene; nʼahyɛdeɛ nyinaa mu wɔ ahotosoɔ.
8 ૮ તેઓ સદા સ્થિર રખાયેલી છે, અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે.
Ɛtim hɔ daa daa, nokorɛ ne tenenee mu na ɔyɛeɛ.
9 ૯ તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે; પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે; તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે.
Ɔde ɔgyeɛ maa ne nkurɔfoɔ; ɔde nʼapam sii hɔ afebɔɔ, ne din yɛ kronkron na ɛyɛ hu.
10 ૧૦ યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.
Awurade suro yɛ nyansa mfitiaseɛ; wɔn a wɔdi nʼahyɛdeɛ so nyinaa wɔ nhunumu pa. Ɔno na daa ayɛyie wɔ no.