< ગીતશાસ્ત્ર 111 >

1 યહોવાહની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ.
הללו יה אודה יהוה בכל לבב בסוד ישרים ועדה׃
2 યહોવાહનાં કાર્યો મહાન છે, જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે.
גדלים מעשי יהוה דרושים לכל חפציהם׃
3 તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.
הוד והדר פעלו וצדקתו עמדת לעד׃
4 તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે; યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે.
זכר עשה לנפלאתיו חנון ורחום יהוה׃
5 તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે. તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે.
טרף נתן ליראיו יזכר לעולם בריתו׃
6 વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે.
כח מעשיו הגיד לעמו לתת להם נחלת גוים׃
7 તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે.
מעשי ידיו אמת ומשפט נאמנים כל פקודיו׃
8 તેઓ સદા સ્થિર રખાયેલી છે, અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે.
סמוכים לעד לעולם עשוים באמת וישר׃
9 તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે; પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે; તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે.
פדות שלח לעמו צוה לעולם בריתו קדוש ונורא שמו׃
10 ૧૦ યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.
ראשית חכמה יראת יהוה שכל טוב לכל עשיהם תהלתו עמדת לעד׃

< ગીતશાસ્ત્ર 111 >