< ગીતશાસ્ત્ર 110 >

1 દાઉદનું ગીત. યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”
לדוד מזמור נאם יהוה לאדני--שב לימיני עד-אשית איביך הדם לרגליך
2 યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો; તારા શત્રુઓ પર રાજ કર.
מטה-עזך--ישלח יהוה מציון רדה בקרב איביך
3 તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.
עמך נדבת ביום חילך בהדרי-קדש מרחם משחר לך טל ילדתיך
4 યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ: તમે મલ્ખીસદેકના ધોરણે, સદાને માટે યાજક છો.”
נשבע יהוה ולא ינחם-- אתה-כהן לעולם על-דברתי מלכי-צדק
5 પ્રભુ તમારે જમણે હાથે છે. તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.
אדני על-ימינך מחץ ביום-אפו מלכים
6 તે દેશોનો ન્યાય કરશે; તે ખીણોને મૃતદેહોથી ભરશે; તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.
ידין בגוים מלא גויות מחץ ראש על-ארץ רבה
7 તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.
מנחל בדרך ישתה על-כן ירים ראש

< ગીતશાસ્ત્ર 110 >