< ગીતશાસ્ત્ર 11 >

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું (ગીત) યહોવાહ પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો કે, “પક્ષીની જેમ તું પર્વત પર ઊડી જા?”
לַמְנַצֵּחַ לְדָוִד בַּֽיהֹוָה ׀ חָסִיתִי אֵיךְ תֹּאמְרוּ לְנַפְשִׁי (נודו) [נוּדִי] הַרְכֶם צִפּֽוֹר׃
2 કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે. તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છે એટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે.
כִּי הִנֵּה הָרְשָׁעִים יִדְרְכוּן קֶשֶׁת כּוֹנְנוּ חִצָּם עַל־יֶתֶר לִירוֹת בְּמוֹ־אֹפֶל לְיִשְׁרֵי־לֵֽב׃
3 કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે?
כִּי הַשָּׁתוֹת יֵהָרֵסוּן צַדִּיק מַה־פָּעָֽל׃
4 યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે.
יְהֹוָה ׀ בְּֽהֵיכַל קׇדְשׁוֹ יְהֹוָה בַּשָּׁמַיִם כִּסְאוֹ עֵינָיו יֶחֱזוּ עַפְעַפָּיו יִבְחֲנוּ בְּנֵי אָדָֽם׃
5 યહોવાહ ન્યાયી તથા દુષ્ટ લોકોની પરીક્ષા કરે છે, પણ જેઓ હિંસા કરવામાં આનંદ માને છે તેઓને તે ધિક્કારે છે.
יְהֹוָה צַדִּיק יִבְחָן וְרָשָׁע וְאֹהֵב חָמָס שָֽׂנְאָה נַפְשֽׁוֹ׃
6 તે દુષ્ટ લોકો પર વરસાદની જેમ અગ્નિ, ગંધક અને ભયંકર લૂ વરસાવે છે; તે તેઓના પ્યાલાનો ભાગ થશે.
יַמְטֵר עַל־רְשָׁעִים פַּחִים אֵשׁ וְגׇפְרִית וְרוּחַ זִלְעָפוֹת מְנָת כּוֹסָֽם׃
7 કારણ કે યહોવાહ ન્યાયી છે અને તે ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મુખ જોશે.
כִּֽי־צַדִּיק יְהֹוָה צְדָקוֹת אָהֵב יָשָׁר יֶחֱזוּ פָנֵֽימוֹ׃

< ગીતશાસ્ત્ર 11 >