< ગીતશાસ્ત્ર 11 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું (ગીત) યહોવાહ પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો કે, “પક્ષીની જેમ તું પર્વત પર ઊડી જા?”
“For the leader of the music. A psalm of David.” In the LORD do I put my trust. Why say ye to me, “Flee, like a bird, to your mountain?
2 ૨ કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે. તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છે એટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે.
For, lo! the wicked bend their bow; They make ready their arrows on the string, To shoot in secret at the upright in heart.
3 ૩ કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે?
If the pillars be broken down, What can the righteous do?”
4 ૪ યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે.
The LORD is in his holy palace; The LORD'S throne is in heaven; His eyes behold, his eyelids prove the children of men.
5 ૫ યહોવાહ ન્યાયી તથા દુષ્ટ લોકોની પરીક્ષા કરે છે, પણ જેઓ હિંસા કરવામાં આનંદ માને છે તેઓને તે ધિક્કારે છે.
The LORD trieth the righteous; But the wicked, and the lover of violence, his soul hateth.
6 ૬ તે દુષ્ટ લોકો પર વરસાદની જેમ અગ્નિ, ગંધક અને ભયંકર લૂ વરસાવે છે; તે તેઓના પ્યાલાનો ભાગ થશે.
Upon the wicked he will rain lightning; Fire and brimstone and a burning wind shall be the portion of their cup.
7 ૭ કારણ કે યહોવાહ ન્યાયી છે અને તે ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મુખ જોશે.
For the LORD is righteous; he loveth righteousness; The upright shall see his face.